Gold Price Today : વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ: હાલમાં સોના અને ચાંદીના ભાવમાં(Gold Price Today) સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)પર સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો હતો. સોનાના વાયદાનો ભાવ MCX પર રૂપિયા 274 અથવા 0.37 ટકા વધીને રૂપિયા 74,569 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા હતા. અગાઉનો બંધ ભાવ રૂપિયા 74,295 નોંધાયો હતો. આ દરમિયાન ચાંદીના વાયદાનો ભાવ MCX પર અગાઉના રૂપિયા 89,231ના બંધ સામે રૂપિયા 881 અથવા 0.99 ટકાના નજીવા વધારા સાથે અને રૂપિયા 90,112 પ્રતિ કિલોના ભાવ નોંધાયો હતો.
આ કારણોસર સોનાની કિંમત વધી રહી છે
યુએસ ફેડ દ્વારા ચાલુ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષા અને પશ્ચિમ એશિયામાં તણાવના કારણે સોનાના ભાવ ઊંચા છે. સોમવારે ઇન્ટરનેશનલ સ્પોટ ગોલ્ડના ભાવ 2,635.29 ડોલરની વિક્રમી ટોચે પહોંચ્યા બાદ સ્થિર રહ્યા હતા. જો કે, ભારતમાં સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે. તેમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય પણ સામેલ છે. કિંમતી ધાતુઓના ભાવમાં વૈશ્વિક માંગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
જેમાં 18 સપ્ટેમ્બરના રોજ 50 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી અપેક્ષાઓ વધી છે કે યુએસ ફેડ આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરોમાં 50 થી 75 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. ફેડના અધિકારીઓની ટિપ્પણીઓએ આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો કે સેન્ટ્રલ બેંક અર્થતંત્રને ટેકો આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.