બુુલિયન માર્કેટમાં નિરસ હવામાન વચ્ચે સોનાચાંદીના ભાવ ઘટ્યા | મુંબઈ સમાચાર
વેપાર

બુુલિયન માર્કેટમાં નિરસ હવામાન વચ્ચે સોનાચાંદીના ભાવ ઘટ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
બુુલિયન માર્કેટમાં નિરસ હવામાન વચ્ચે સોનાચાંદીના ભાવમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. બુલિયન ટ્રેડર્સ અનુસાર એકધારી તેજી રહી હોવાથી ઇન્વેસ્ટર્સ દ્વારા પ્રોફિટ બુકિંગ અને શ્રાદ્ધ પક્ષ ચાલતો હોવાથી ઘરાકી સહેજ ઠંડી પડી હોવાથી સોમવારે સોનાચાંદી સહેજ ઝાંખા પડ્યા હતા.

જોકે, એક ડીલરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષમાં ઘરાકી બિલકુલ ઠપ હોય છે, તેને સ્થાને આ વખતે સારી કહી શકાય એવી ઘરાકી જોવા મળી છે. જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ જોતાં બજારનો અંડરટોન મજબૂત જણાઇ રહ્યો છે. રશિયા, ઇઝરાયલ કે યુક્રેન જેવા દેશ સરળતાથી યુદ્ધ વિરામ કરવા માગતા નથી અને અમેરિકા રેટ કટ જાહેર કરશે તો કિંમતી ધાતુને વધુ બુસ્ટ મળશે એવી બજારમાં ચર્ચા છે.

સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. ૧,૦૯,૭૦૭ના પાછલા બંધ સામે રૂ. ૧,૦૯,૬૦૩ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે રૂ. ૧૯૬ના ઘટાડા સાથે રૂ. ૧,૦૯,૫૧૧ની સપાટી પર બંધ રહ્યું હતું. એ જ રીતે, ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું દસ ગ્રામે રૂ. ૧,૦૯,૨૬૮ના પાછલા બંધ સામે રૂ. ૧,૦૯,૧૬૪ની સપાટીએ ખૂલ્યા બાદ અંતે રૂ. ૧૯૬ના ઘટાડા સાથે રૂ. ૧,૦૯,૦૭૨ની સપાટી પર બંધ રહ્યું હતું.

એ જ રીતે, .૯૯૯ ટચની હાજર ચાંદી સટ્ટાકીય અને ઇન્ડસ્ટડ૩ઈઅલ લેવાલીના પર્યાપ્ત ટેકાના અભાવે દબાઇ હતી. મુંબઇના ઝવેરી બજાર ખાતે આ શ્ર્વેત કિમતી ધાતુનો ભાવ રૂ. ૧,૨૮,૦૦૮ પ્રતિ કિલોના પાછલા બંધ સામે રૂ. ૧,૨૭,૭૬૩ના ભાવે ખૂલીને અંતે એક કિલોદીઠ રૂ. ૨૧૭ના ઘટાડા સાથે રૂ. ૧,૨૭,૭૯૧ની સપાટીએ સ્થિર થઇ હતી.

નવી દિલ્હી ખાતે ચાંદી રૂ. ૧,૩૨,૩૦૦ના નવાં શિખરે પહોંચી હતી, જ્યારે સોનું વિક્રમી ઊંચી સપાટીથી પાછું ફર્યું હતું. ઓલ ઇન્ડિયા સારાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોમવારે ચાંદીના ભાવ ૩૦૦ રૂપિયા પ્રતિ કિલોના ઉછાળા સાથે ૧,૩૨,૩૦૦ રૂપિયાની ઉચ્ચતમ સપાટીએ પહોંચી છે.

જ્યારે ૯૯.૯ ટકા શુદ્ધતાના પ્રમાણભૂત ગોલ્ડનો ભાવ (તમામ કરના સમાવેશ સહિત) ૧૦ ગ્રામદીઠ ૫૦૦ રૂપિયાના ઘટાડા સાથે ૧,૧૩,૩૦૦ રૂપિયા બોલાયો હતો અને આમ ચાર દિવસીય તેજીની આગેકૂચને બ્રેક લાગી હતી. પાછલા સત્રમાં શુક્રવારે, તેનો ભાવ રૂ. ૭૦૦ના ઉછાળા સાથે ૧૦ ગ્રામ દીઠ ૧,૧૩,૮૦૦ રૂપિયાના વિક્રમી સ્તરે પહોંચ્યા હતા.

એ જ રીતે, ૯૯.૫ ટકાની શુદ્ધતા ધરાવતા સોનાના ભાવ પણ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૦૦ના ઘટાડા સાથે ૧,૧૨,૮૦૦ (તમામ કરનો સમાવેશ) રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. પાછલા બજાર સત્રમાં આ કિંમતી ધાતુ ૧૦ ગ્રામ દીઠ ૧,૧૩,૩૦૦ રૂપિયાના સ્તર પર બંધ થઈ હતી.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button