
નવી દિલ્હીઃ લગ્નસરાની મોસમ વચ્ચે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 24 કેરેટ સોનુંમાં 873 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને 10 ગ્રામનો ભાવ સરેરાશ 75868 રૂપિયા બોલાઇ રહ્યો હતો.
જ્યારે આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1332 રૂપિયાનો વધારો થયો છે. આજે ચાંદી રૂ.88051 પર ખુલી છે. આજે 23 કેરેટ સોનું પણ 870 રૂપિયા સસ્તું થઈને 75563 રૂપિયા પર આવી ગયું છે. 22 કેરેટ સોનાનો સરેરાશ ભાવ રૂ.800 ઘટીને રૂ.69494 થયો છે. 18 કેરેટ સોનું પણ 655 રૂપિયા સસ્તું થઈને 56900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે.
આ રેટ IBA દ્વારા જારી કરવામાં આવ્યો છે, જેમાં GSTનો સમાવેશ થતો નથી. તેથી શહેર મુજબ ભાવમાં 1000 થી 2000 રૂપિયાનો તફાવત હોઈ શકે છે.
આ પણ વાંચો : લગ્નસરા વખતે સારા સમાચારઃ સોના-ચાંદીના ભાવ તૂટ્યા, વૈશ્વિક સોનું આઠ સપ્તાહના તળિયે
મુંબઈમાં સોનાનો ભાવઃ-
આજે મુંબઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 78017 રૂપિયા છે. રવિવારે આ ભાવ 78147 રૂપિયા હતો અને ગયા અઠવાડિયે 10 ગ્રામ સોનાનો ભાવ 78567 રૂપિયા હતો. જ્યારે આજે મુંબઈમાં ચાંદીનો ભાવ 93800 રૂપિયા પ્રતિ કિલો અને ગઈ કાલે 94000 રૂપિયા હતો.
દિલ્હીમાં સોના અને ચાંદીના ભાવઃ-
દિલ્હી બુલિયન માર્કેટમાં આજે એટલે કે સોમવાર 2 ડિસેમ્બરે સોનાની કિંમત 78136 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગયા અઠવાડિયે 26મીએ સોનાનો ભાવ 10 ગ્રામ માટે 78713 રૂપિયા હતો. આજે ચાંદીની કિંમત 94500 રૂપિયા પ્રતિ કિલો છે અને 1 ડિસેમ્બરે 94700 રૂપિયા હતી.