વેપાર

વૈશ્ર્વિક ચાંદીએ ૧૨ વર્ષની ઊંચી ૩૪ ડૉલરની સપાટી કુદાવતાં સ્થાનિકમાં ₹ ૪૯૭૧નો તોતિંગ ઉછાળો, સોનું ₹ ૮૦૪ ચમક્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સલામતી માટેની વ્યાપક માગને ટેકે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચવાની સાથે ચાંદીના ભાવ પણ ૧૨ વર્ષની સર્વોચ્ચ ઔંસદીઠ ૩૪ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૪૯૭૧નો તોતિંગ ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનામાં રૂ. ૮૦૧થી ૮૦૪ની ઝડપી તેજી આગળ ધપી હતી. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે ૯૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા રહિત ભાવ કિલોદીઠ રૂ. ૪૯૭૧ના ઉછાળા સાથે રૂ. ૯૭,૨૫૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦૧ની તેજી સાથે રૂ. ૭૭,૯૦૧ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૮૦૪ની તેજી સાથે રૂ. ૭૮,૨૧૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આગઝરતી તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની લેવાલી અત્યંત નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તાજેતરમાં મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવ ઉપરાંત અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હોવાનું એએનઝેડના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા ગત શુક્રવારની ઔંસદીઠ ૨૭૩૨.૭૩ની વિક્રમ સપાટી કુદાવીને આગલા બંધ સામે ૦.૬ ટકા વધીને ૨૭૩૫.૩૮ ડૉલર આસપાસ નવી ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકા વધીને ૨૭૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે લંડન ખાતે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૧.૧ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૩૪.૦૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી તીવ્ર રસાકસીના તબક્કામાં પહોંચી હોવાથી તેમ જ મધ્ય પૂર્વનાં દેશોમાં ઈઝરાયલ-લિબિયા-હિઝબુલ્લાહ વચ્ચે તણાવમાં વધારો થવાને કારણે સોનામાં સલામતી માટેની માગનો પ્રબળ ટેકો મળી રહ્યો હોવાથી આ વર્ષના અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૮૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા કેસીએમ ટ્રેડના વિશ્ર્લેષકે વ્યક્ત કરી હતી. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિ વિષયક બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker