
મુંબઇ : દેશમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ધનતેરસ પૂર્વે સોનું ખરીદનારાઓને મોટો આંચકો લાગ્યો છે. આજે ફરી સોનાના ભાવમાં વધારો(Gold Price Today)જોવા મળી રહ્યો છે. જ્યારે ગુરુવારે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
| Also Read: Gold Price Today : સોના- ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઇ, ચાંદીનો ભાવ 1 લાખને પાર
સોનાની કિંમત 59,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ભારતમાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે. આજે પ્રતિ 10 ગ્રામ 22 કેરેટમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે. આજે 22 કેરેટ 10 ગ્રામની કિંમત 73,100 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે સોનાના 24 કેરેટ પ્રતિ 10 ગ્રામની કિંમત 110 રૂપિયાના વધારા સાથે 79,730 રૂપિયા છે. 24 કેરેટ સોનાના 100 ગ્રામની કિંમત આજે 1100 રૂપિયાના વધારા સાથે 7,97,300 રૂપિયા છે. જ્યારે આજે 18 કેરેટ સોનાની કિંમતમાં 80 રૂપિયાનો વધારો થયો છે અને આવી સ્થિતિમાં સોનાની કિંમત 59,810 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
| Also Read: અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવતા Goldમાં ₹517નો અને Silverમાં ₹1319નો કડાકો
ચાંદીના ભાવમાં ઘટાડો
ભારતમાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ રૂપિયા 4000 ઘટીને રૂપિયા 98000 થયો છે. જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવ આજે રૂપિયા 400 ઘટીને રૂપિયા 9800 થયો છે