
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સોનાના ભાવમાં તાજેતરમાં ખૂબ જંગીપાયાની અફડાતફડી ચાલી રહી છે અને આગળ પણ ચાલતી રહેવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કેવવિશ્વની ટોચનો કેન્દ્રીય બેંકો સાથે ટ્રમ્પની ટેરિફની નીતિ પર નજરવસાથે બુલિયન બજારનો કોન્સેડોલિડેશન ફેઝ ચાલુ રહેશે.
સેન્ટ્રલ બેંકની બેઠકો અને વૈશ્વિક વ્યાપાર વાટાઘાટો વચ્ચે સોનું એકત્રીકરણના તબક્કામાં રહી શકે છે. વિશ્ર્લેષકોએ જણાવ્યું હતું કે રોકાણકારો યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી) ની બેઠકના પરિણામ સહિત કેન્દ્રીય બેંકની બેઠકોથી લઈને વૈશ્ર્વિક વેપાર વાટાઘાટો સુધીની અનેક ઘટનાઓ માટે તૈયાર હોવાથી આ સપ્તાહમાં સોનાના ભાવમાં વધુ કોન્સોલિડેશનની ધારણા છે.
આ પણ વાંચો: અમેરિકાની ટ્રેડ ડીલના આશાવાદમાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 145ની અને ચાંદીમાં રૂ. 104ની પીછેહઠ
ટ્રેડર્સ મેક્રોઇકોનોમિક ડેટા પર પણ નજર રાખશે, જેમાં પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર્સ, ફુગાવાના આંકડા, યુએસના રોજગાર ડેટા, વિવિધ પ્રદેશોમાંથી ઉત્પાદન પીએમઆઇ ડેટા અને પહેલી ઓગસ્ટના વેપાર સોદાની સમયમર્યાદા સંબંધિત વિકાસનો સમાવેશ થાય છે. પહેલી ઓગસ્ટના રોજ ભારત સહિત ડઝનબંધ દેશો પર ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સસ્પેન્શન સમયગાળાનો અંત આવે છે.