વેપાર

સોનાના ભાવમાં થઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજના લેટેસ્ટ ભાવ

મુંબઇ : અમેરિકા અને ચીનની ટ્રેડ ડીલ બાદ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી સતત સોનાના ભાવમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં ગુરુવારે એમસીએકસ પર સોનાના 10 ગ્રામના ભાવમાં રૂપિયા 636નો ઘટાડો થતાં તે 91,629ના સ્તરે આવ્યું છે. જ્યારે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાનો વૈશ્વિક ભાવ 0.94 ટકા 30.10 ડોલર ઘટીને 3,158.20 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો. સોનાના ભાવમાં 23.70 ડોલરનો ઘટાડો થતાં તે 3153.55 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો.

ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો

સોનાની સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સવારે કોમેક્સ પર ચાંદીના ભાવ 32.02 ડોલર પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થતા જોવા મળ્યા. જે 1.31 ટકા ઘટયા હતા. ચાંદીનો ભાવ ઔંસ દીઠ 31.89 ડોલર પર ટ્રેડ થતો જોવા મળ્યો જે 1.03 ટકાનો ઘટાડો હતો.

વૈશ્વિક બજારમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો

આ ઉપરાંત નિષ્ણાતોના મતે, સોનાના ભાવમા ઘટાડા પાછળ અમેરિકા અને ચીનની ટ્રેડ ડીલથી વેપાર વધવાની સંભાવના છે. તેમજ વૈશ્વિક બજારમાં જોખમ લેવાની ક્ષમતામાં વધારો થયો છે. જેના લીધે રોકાણકારો હવે સોનામાંથી નાણાં કાઢી રહ્યા છે. આ ઉપરાંત ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારની વધેલી સંભાવનાઓ પણ કારણભૂત છે. જો કે ઇરાને અમેરિકાના આર્થિક પ્રતિબંધ દૂર કરવા પણ જણાવ્યું છે જેના લીધે મધ્ય -પૂર્વના દેશોમાં નરમીમાં સંકેત છે. જેના લીધે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો….અમેરિકા-બ્રિટન વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે વૈશ્વિક સોનામાં પીછેહઠ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button