Gold Price Today : સોના- ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઇ, ચાંદીનો ભાવ 1 લાખને પાર
મુંબઈ : દિવાળીના તહેવાર પૂર્વે સોના-ચાંદીના ભાવમાં(Gold Price Today)ઓલ ટાઇમ હાઇ થયો છે. જેમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 80968 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે. જ્યારે ચાંદી ભાવમાં એક જ દિવસમાં રૂપિયા 3100 નો વધારો નોંધાયો હતો. ધનતેરસનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
| Also Read: બુુલિયન બજારમાં આગેકૂચ, ચાંદી ₹ ૯૮,૫૦૦ની નજીક: ઊંચા ભાવે ઘરેણાંનું વેચાણ નીચું રહેશે
22 કેરેટ સોનાના ભાવમાં કોઈ ફેરફાર
ભારતમાં 22 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. 21 ઓક્ટોબરે રૂપિયા 22નો ઉછાળો જોવા મળ્યો હતો. 20 ઓક્ટોબરે કોઈ ફેરફાર થયો ન હતો. 19 ઓક્ટોબરે પણ સોનાના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. 18 અને 17 ઓક્ટોબરે પણ વધારો નોંધાયો હતો. 15મી ઑક્ટોબરે 20 રૂપિયાનો ઘટાડો હતો. 14 ઓક્ટોબરે પણ ઘટાડો નોંધાયો હતો. જ્યારે 12 ઓક્ટોબરે રૂપિયા 25નો વધારો જોવા મળ્યો હતો. 11 ઓક્ટોબરે પણ સોનાની કિંમતમાં વધારો નોંધાયો હતો. 10 ઓક્ટોબરે ઘટાડો જોવા મળ્યો હતો. 9 ઓક્ટોબરે 70 રૂપિયાનો ઘટાડો થયો હતો અને 8 ઓક્ટોબરે કોઈ ફેરફાર થયો ન હતો. 7 ઓક્ટોબરે રૂપિયા 20નો ઘટાડો નોંધાયો હતો.
| Also Read: વૈશ્ર્વિક ચાંદીએ ૧૨ વર્ષની ઊંચી ૩૪ ડૉલરની સપાટી કુદાવતાં સ્થાનિકમાં ₹ ૪૯૭૧નો તોતિંગ ઉછાળો, સોનું ₹ ૮૦૪ ચમક્યું
10 દિવસમાં ચાંદીના ભાવમાં વઘ- ઘટ
ભારતમાં ચાંદીની કિંમત વધી રહી છે. જ્યારે 21 ઓક્ટોબરના રોજ 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. 20 ઓક્ટોબરે કોઈ ફેરફાર થયો ન હતો. 19 ઓક્ટોબરે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. 13 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 12 ઓક્ટોબરે 1000 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે. 11 ઓક્ટોબરે પણ વધારો જોવા મળ્યો હતો. 10 ઓક્ટોબરે રૂપિયા1000નો ઘટાડો થયો હતો. 9 ઓક્ટોબરે ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. 8 ઓક્ટોબરે કોઈ ફેરફાર થયો ન હતો. 7 ઓક્ટોબરે પણ કોઈ ફેરફાર થયો ન હતો.