વેપાર

Gold Price Hike : સોનાના ભાવમાં થયો વધારો, આ કારણો છે જવાબદાર

મુંબઇ: સીરિયામાં રાજકીય ઉથલપાથલના અને વધતા વૈશ્વિક તણાવ વચ્ચે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સોનું ઉછાળા સાથે ખુલ્યું હતું. (Gold Price Hike)મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર સોનું રૂપિયા 182 પ્રતિ ગ્રામ વધીને રૂપિયા 76,801 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જે છેલ્લા બંધ સત્રમાં રૂપિયા 76,619 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આજે સોનાના ભાવમાં રૂપિયા 182 નો વધારો જોવા મળ્યો છે.

સોનામાં ભાવમાં વધારો, ચાંદીના નરમાશ

સોનાની કિંમતો વધી રહી છે ત્યારે ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. એમસીએક્સ પર ચાંદી 448 રૂપિયા અથવા 0.45 ટકા ઘટીને 92023 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. છેલ્લા સત્રમાં ચાંદી રૂપિયા 92,448 પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. સોનામાં વધારો વૈશ્વિક ખાધને કારણે થયો છે અને 18 ડિસેમ્બર, 2024 ના રોજ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપની અપેક્ષાને કારણે પણ જોવામાં આવી રહ્યો છે.

વ્યાજદરમાં ઘટાડાથી સોનાની ચમક વધવાની ધારણા છે

આ અઠવાડિયે, રિટેલ ફુગાવાના દરના ડેટા ભારતમાં 12 ડિસેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. જ્યારે અમેરિકામાં બુધવાર 11 ડિસેમ્બર, 2024ના રોજ ફુગાવાના દરના ડેટા જાહેર કરવામાં આવશે. અમેરિકામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે. જેના કારણે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. આ ઉપરાંત સીરિયામાં બનેલી ઘટના પણ સોનાના ભાવમાં વધારો કરી શકે છે.


Also read: સોનામાં રૂ. 96નો અને ચાંદીમાં રૂ. 370નો સાધારણ સુધારો


વૈશ્વિક સ્થિતિને કારણે સોનાના ભાવમાં વધારો શક્ય

રવિવાર 8 ડિસેમ્બર 2024ના રોજ સીરિયામાં બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો કર્યો અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદને સત્તા પરથી હટાવી દીધા. 13 વર્ષના ગૃહયુદ્ધ પછી બશર અલ-અસદને રશિયા ભાગી જવું પડ્યું. છેલ્લા છ દાયકાથી ત્યાં અસદ પરિવારનું શાસન છે. બીજી તરફ ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતા અને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે આગામી દિવસોમાં સોનામાં તેજી જોવા મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button