સોનું 13 હજાર, ચાંદી 29 હજાર સસ્તી થઈ ગઈ, હજુ પણ ઘટશે ભાવ?
Top Newsવેપાર

સોનું 13 હજાર, ચાંદી 29 હજાર સસ્તી થઈ ગઈ, હજુ પણ ઘટશે ભાવ?

મુંબઈ : છેલ્લા થોડા સમયથી સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં હવે ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. જેમાં હવે એમસીએકસ પર સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેમાં વૈશ્વિક બજારોમાં મંદીના લીધે સોનાના ભાવમાં રૂપિયા 3000 નો અને ચાંદીના ભાવમાં પણ રૂપિયા 3000નો ઘટાડો થયો છે. જેમાં અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરના લીધે મેટલમાં ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

એમસીએક્સ પર સોનાના ચાંદીના ભાવમાં ઘટાડો

જેમાં આજે એમસીએકસ પર પર સોનું 0.7 ટકા ઘટીને રૂપિયા 1,20,106 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું.ચાંદી પણ 0.69 ટકા ઘટીને રૂપિયા 1,42,366 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી હતી. તેમજ બજાર બંધ થતાં સોનું રૂપિયા 1,18,461 પ્રતિ 10 ગ્રામ પર 2.06 ટકા ઘટીને રૂપિયા 1,18,461 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જ્યારે ચાંદી 1.36 ટકા ઘટીને રૂપિયા 1,41,424 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.

સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ ઘટાડો

એમસીએક્સ મુજબ, સોનાનો રેકોર્ડ ઊંચા ભાવ રૂપિયા 1.32 લાખથી વધુ હતો. જે હવે ઘટીને રૂપિયા 1.18 લાખ થયો છે. સોનાના ભાવ તેમના રેકોર્ડ ભાવથી રૂપિયા 13,000 થી વધુ ઘટી ગયા છે. ચાંદી તેના રેકોર્ડ ભાવ રૂપિયા 1.70 લાખ પ્રતિ કિલોગ્રામથી ઘટીને રૂપિયા 1.41 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. ચાંદીના ભાવમાં રેકોર્ડ ભાવથી રૂપિયા 29,000નો ઘટાડો થયો છે.

સોના અને ચાંદીના ભાવ વધુ ઘટી શકે છે

જયારે રોકાણકારો અને સેન્ટ્રલ બેંકોના દર ઘટાડા પર નજર રાખી રહ્યા છે. તેમજ યુએસ ફેડરલ રિઝર્વ બેંક વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કરે તેવી અપેક્ષા છે. જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ જાપાન તેમની વર્તમાન નીતિઓ જાળવી રાખે તેવી શક્યતા છે. જો આવું થાય તો સોના અને ચાંદીના ભાવ વધુ ઘટી શકે છે.

આ પણ વાંચો…વેપાર તણાવ હળવો થવાના આશાવાદ વચ્ચે વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહના તળિયે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button