વેપાર
ડૉલર નબળો પડતાં વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૩૬૨નો અને ચાંદીમાં ₹ ૧૬૮નો સુધારો
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અઢી મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૦.૬ ટકા જેટલા વધીને બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ અને ચાંદીના ભાવ ૦૭ ટકા જેટલા વધીને ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૬૮નો અને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૧થી ૩૬૨ વધી આવ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી જોવા મળી હતી. ઉ