અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ
મુંબઇ- ટોકિયો: અમેરિકાના સ્પેન્ડિંગ અને ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ જોવા મળ્યો હતો અને મોટાભાગના ઇક્વિટી બજારોમાં પીછેહઠ જોવા મળી હતી.
ફ્રાંસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ પ્રારંભિક ટ્રેડિંગમાં ૦.૧ ટકા ઘટીને ૭,૨૮૫.૪૧ની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે જર્મનીનો ડેક્સ બે ટકા ઘટીને ૧૫,૯૯૭.૬૪ના સ્તરે પહોંચ્યો હતો. બ્રિટનનો ફૂટસી- ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩ ટકા ઘટીને ૭,૪૬૭.૩૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હાતો.
અમેરિકાના શેરબજારોમાં ઘટાડો નિશ્ર્ચિત હતો, કેમ કે ડાઉ ફ્યુચર્સ ૦.૧ ટકા ગબડીને ૩૫,૩૯૩ પોઇન્ટની સપાટીએ પહોચ્યો હતો. જ્યારે એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સ ૦.૧ ટકા ઘટીને ૪,૫૬૧.૭૫ના સ્તરે પહોંચ્યું હતું. એશિયન શેરબજારોમાં ઑક્ટોબરમાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ અપેક્ષા કરતાં થોડો વધારે વધીને ૨.૩ ટકાની સપાટી પર આવ્યાના સમાચાર પછી જાપાનનો બેન્ચમાર્ક નિક્કી-૨૨૫ બેન્ચમાર્ક ૦.૫ ટકા ઘટીને ૩૩,૪૪૭.૬૭ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.
ચીનમાં જાન્યુઆરી-ઓક્ટોબરમાં ઔદ્યોગિક નફો અગાઉના વર્ષની સરખામણીમાં ૭.૮ ટકા ઘટ્યો હતો. તેમાં ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ૨.૭ ટકાનો વધારો નોંધાયો હતો, જે અર્થતંત્રમાં નબળાઈ સૂચવે છે. ઔદ્યોગિક નફો સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ૧૧.૯ ટકા અને ઓગસ્ટમાં ૧૭.૨ ટકા વધ્યો છે.
આઇજીના માર્કેટ એનાલિસ્ટ યેપ જુન રોંગે એક ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, એકંદર પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો હોવા છતાં એ પણ હકીકત છે કે રિકવરી ધીમી ગતિએ આગળ વધી રહી છે. તાજેતરમાં આર્થિક ડેટા જોતાં જણાય છે કે રિકવરી ક્યારેક દેખાય છે અને ક્યારેક થંભી જાય છે.
હોંગકોંગનો હેંગસેંગ ૦.૨ ટકા ઘટીને ૧૭,૫૨૫.૦૬ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ૦.૩ ટકા ઘટીને ૩,૦૩૧.૭૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી અને એએસએક્સ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૮ ટકા ઘટીને ૬,૯૮૭.૬૦ પોઇન્ટ પર સ્થિર થયો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૧ ટકા કરતા ઓછો ઘટીને ૨,૪૯૫.૬૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.
એશિયા-પેસિફિક ક્ષેત્રની કેટલીક કેન્દ્રીય બેંકો આ અઠવાડિયે પોલિસી બેઠકો યોજી રહી છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ન્યુઝીલેન્ડ, બેંક ઓફ કોરિયા અને બેંક ઓફ થાઈલેન્ડનો સમાવેશ થાય છે. જ્યારે વિશ્ર્લેષકો અપેક્ષા રાખે છે કે તેઓ હળવી નીતિની અપેક્ષા સેવી રહ્યાં છે, પરંતુ ફુગાવા અંગેની ચિંતાઓને ધ્યાનમાં લેતા પરિસ્થિતિ ચિંતાજનક છે. બજારના ખેલાડીઓ સાવચેતીના માનસ વચ્ચે એવો આશાવાદ સેવી રહ્યાં છે કે ફુગાવો પર્યાપ્ત માત્રામાં ઠંડો પડી ગયો હોવાથી ફેડરલ રિઝર્વ હવે બજારને કછડી નાંખનારા વ્યાજદરના વધારાનું ચક્ર અટકાવશે. આ અઠવાડિયે જ્યારે સરકાર અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા ટ્રેક કરાયેલા મુખ્ય ફુગાવાના માપદંડ માટે તેનો ઓક્ટોબર રિપોર્ટ જાહેર કરશે, ત્યારે ફેડને બીજી મોટી અપડેટ મળશે.
ન્યૂયોર્ક મર્કેન્ટાઈલ એક્સચેન્જ પર ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગમાં બેન્ચમાર્ક યુએસ ક્રૂડ ૪૩ સેન્ટ ઘટીને ૭૫.૧૧ પ્રતિ બેરલ થઈ ગયું છે, જે શુક્રવારે ૧.૫૬ ઘટીને ૭૫.૫૪ પ્રતિ બેરલ બોલાયું હતું. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૪૪ સેન્ટ ઘટીને ૮૦.૦૪ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યું છે. યુએસ ડોલર ૧૪૯.૫૩ યેનથી ઘટીને ૧૪૯.૦૯ જાપાનીઝ યેન પર આવી ગયો. યુરોની કિંમત ૧.૦૯૪૪ ડોલર સામે વધીને ૧.૦૯૪૬, ડોલર ૧૦૯૪૪ નોંધાઇ છે. સ્થાનિક સ્તરે શેરબજારમાં આ સપ્તાહ અનેક મહત્ત્વના પરિબળોથી પ્રભાવિત રહેવાનું છે. મેક્રો ઇકોનોમિક ડેટાની ઘોષણાઓમાં મુખ્ય ડ્રાઇવરો ત્રીજા-ક્વાર્ટરના જીડીપી આંકડાઓ, ઓટો સેલ્સ ડેટા, પીએમઆઇ ડેટા અને યુએસ જીડીપી ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ, યુએસ પીએમઆઇ ડેટા અને યુરોઝોન કોર સીપીઆઇ ડેટામાંથી ઉદ્ભવતા વૈશ્વિક પ્રવાહોને સમાવે છે. આ તત્વો આ સપ્તાહમાં શેરબજારના વલણોની દિશાને સામૂહિક રીતે પ્રભાવિત કરશે.
હાલ બજારને ખલેલ પહોંચાડી શકે એવા આંતરરાષ્ટ્રીય પરિબળો શાંત છે, ત્યારે બજારના સહભાગીઓ ક્રૂડ ઓઇલના ભાવ, યુએસ બોન્ડની ઉપજ અને ડોલર ઇન્ડેક્સની ગતિવિધિઓ પર નજર રાખશે. સૌથી મહત્ત્વની બાબતમાં એક્ઝિટ પોલ પર પણ ચાંપતી નજર રાખશે. દરમિયાન, સ્થાનિક મોરચે સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાંનું એક ૩૦ નવેમ્બરે મિઝોરમ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણા નામના પાંચ રાજ્યો માટે બહુપ્રતીક્ષિત એક્ઝિટ પોલની આગાહી હશે, જે મતદાન પછી ૩૦ નવેમ્બરે સાંજે જાહેર કરવામાં આવશે. તેલંગાણામાં. અન્ય ચાર રાજ્યોમાં ગયા સપ્તાહે મતદાન પૂર્ણ થયું હતું.
ગયા અઠવાડિયે, બીએસઇ બેન્ચમાર્કમાં ૧૭૫.૩૧ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જે ૦.૨૬ ટકાની સમકક્ષ હતો, જ્યારે નિફ્ટી બેન્ચમાર્ક ૬૨.૯ પોઈન્ટ ઉછળ્યો હતો, જે ૦.૩૧ ટકાનો વધારો દર્શાવે છે. શુક્રવારે બજારનો સપ્તાહનો અંત પોઝિટીવ નોટ પર રહ્યો હતો. બજાર નિરીક્ષકો નવેમ્બરના માસિક ઓટો વેચાણના આંકડાઓની આગામી જાહેરાત પર નજીકથી નજર રાખશે, જે ડિસેમ્બરની શરૂઆતમાં અપેક્ષિત છે.
સ્થાનિક મેક્રો ઇકોનોમિક મોરચે, ત્રીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ગુરૂવાર, ૩૦મી નવેમ્બરે રિલીઝ થશે. શુક્રવાર, ૧લી ડિસેમ્બરે, ઉત્પાદન ક્ષેત્ર માટે પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) ડેટા જાહેર થવાનો છે.
સ્થાનિક સ્તરે ઓટો કંપનીઓ માસિક વેચાણ ડેટા ુપરાંત બજાર યુએસ જીડીપી ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ, યુએસ પીએમઆઈ ડેટા અને યુરોઝોન કોર સીપીઆઈ ડેટા પરથી વધુ સંકેત મેળવશે.ઉ