વેપાર

આ વર્ષે કોલસાની વૈશ્વિક માગ વધી પરંતુ, વર્ષ 2030 સુધી માગ ઘટશેઃ આઈઈએ

લંડનઃ વર્ષ 2025માં કોલસાની વૈશ્વિક માગ વિક્રમ ઊંચી સપાટીએ પહોંચી હોવા છતાં વર્ષ 2030 સુધીમાં પાવર જનરેશનમાં ખાસ કરીને રિન્યુએબલ, ન્યૂક્લિયર પાવર અને વિપુલ માત્રામાં કુદરતી ગૅસનો ઉપયોગ થવાથી કોલસાની વૈશ્વિક માગમાં ઘટાડો થવાની શક્યતા ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (આઈઈએ)એ વ્યક્ત કરી છે.

એકંદરે વશ્રિશ્વક આબોહવાના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા મટે કોલસાથી દુનિયાને મુક્ત કરવી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ વીજળી બનાવવા સૌથી મોટું એકમાત્ર અશ્મીભૂત ઈંધણ કોલસો છે. આઈએએ તૈયાર કરેલા `કૉલ 2025′ અહેવાલમાં વર્ષ 2025માં કોલસાની વૈશ્વિક માગ 0.5 ટકા વધીને વિક્રમ 8.85 અબજ ટનની સપાટીએ રહેવાનો અંદાજ મૂક્યો છે. જોકે,
હાલમાં કોલસાની માગ ઉચ્ચતમ સ્તર પર છે, પરંતુ આ દાયકાના અંત સુધીમાં ખૂબજ ધીમો અને ક્રમિક ધોરણે ઘટાડો શરૂ થશે,એમ આઈઈએનાં એનર્જી માર્કેટ અને સલામતી વિભાગના ડિરેક્ટર કેઈસુકે સદામોરીએ પત્રકાર વર્તુળોએ જણાવ્યું હતું.

એકંદરે વર્ષ 2025માં જૂદાં જૂદાં વલણો જોવાં મળ્યાં હોવા છતાં ગયા વર્ષે મૂકવામાં આવેલા અંદાજમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં ખાસ કરીને ભારતમાં ભારે ચોમાસાને કારણે જળવિદ્યુતમાં વધારો થયો હોવાથી વીજળીની માગમાં ઘટાડો થતાં પાંચ દાયકામાં ભારતમાં કોલસાનો ઉપયોગ માત્ર ત્રીજી વખત ઘટ્યો હોવાનું અહેવાલમાં જણાવ્યું હતું.

વધુમાં અમેરિકા ખાતે ગૅસના ઊંચા ભાવને કારણે પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કોલસાના ઉત્પાદન વધારવા માટેના એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા અને કોલસાના વપરાશમાં વધારો થયો હતો. આ સિવાય વિશ્વના કોલસાના સૌથી મોટા ગ્રાહક ચીનમાં આ વર્ષે માગ એકંદરે સ્થિર રહી હતી, પરંતુ રિન્યૂએબલ ક્ષમતામાં વધારો થતાં વર્ષ 2030 સુધીમાં તેની માગમાં ઘટાડો થવાની ધારણા અહેવાલમાં મૂકવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે ચીન બાકીના વિશ્વ કરતાં કોલસાનો 30 ટકા વધુ ઉપયોગ કરતુ હોવાથી કોલસાની વૈશ્વિક બજારનું મુખ્ય ચાલક બળ હોવાનું સુદામોરીએ ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button