SBIમાં છે તમારું ખાતું? આ માહિતી જાણી લેશો તો ફાયદામાં રહેશો…

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 15મી ડિસેમ્બર એટલે કે આજથી જ થોડા સમય માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લોનના દર (MCLR)માં વધારો કરવામાં આવ્યો છે અને SBI દ્વારા MCLRમાં 0.05 ટકાથી લઈને 0.10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે MCLR પર આધારિત લોન હવે મોંઘી થવા જઈ રહી છે. SBIની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આજથી જ 1 વર્ષ સુધીની MCLR પર વ્યાજદર 8.65 ટકા થઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આ દર 8.55 ટકા જેટલો હતો.
MCLRમાં વધવાને કારણે લોન લેનારાઓ પર શું અસર પડશે એની વાત કરીએ તો આ વધારાને કારણે લોન લેનારા માટે ઈએમઆઈ વધારે મોંઘું થઈ જશે. MCLR બેસ્ટ લોન માટે એક રિસેટ મુદ્દત હોય છે અને ત્યાર બાદ ગ્રાહકો માટે રેટ બદલી જાય છે.
આગળ વધીએ અને વાત કરીએ કે આખરે કેમ બેંકો દ્વારા MCLRમાં વધારો કરવામાં આવે છે તો SBIની સાથે-સાથે અન્ય બીજી બેંકો પણ ગ્રાહકોને લોન આપી રહી છે. SBIના ચેરમેને આવ્યું હતું કે, ખર્ચમાં વધારાના કારણે ઉધાર દરોમાં હાલ વધારો કરવામાં આવ્યો છે અને 5-10 બેસિસ પોઈન્ટનો વર્તમાન વધારો પર્યાપ્ત રીતે વધેલા ખર્ચને આવરી લે છે. આ સિવાય ખારાએ કહ્યું હતું કે SBIની તેની ડિપોઝિટ રેટ વધારવાની કોઈ યોજના નથી.
હાલમાં જ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીવાળી MPCની તરફથી 8 ડિસેમ્બર 2023ને પાંચમી વાર રેપો દરને 6.5 ટકા પર અપરિવર્તિત રાખવામાં આવ્યો છે. ઓવરનાઈટ એમસીએલઆરને બાદ કરતાં આ ફેરફાર લાંબા સમય માટે કરવામાં આવ્યો છે. ઓવરનાઈટ MCLRમાં હવે પણ 8 ટકા પર કાયમ રાખવામાં આવ્યો છે.