દેશી તેલમાં મથકો પાછળ સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

દેશી તેલમાં મથકો પાછળ સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ છ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશ હતા. તેમ જ આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં ખાસ કરીને આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મથકો પાછળ દેશી તેલના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 10 કિલોદીઠ સિંગતેલમાં રૂ. 25, સરસવમાં રૂ. 15 અને સન રિફાઈન્ડમાં રૂ. 10 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1265, ગોકુલના સોયા રિફાઈન્ડના રૂ. 1245, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1250 અને ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1285 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.

ગુજરાનાં ગોંડલ મથકે આજે મગફળીની 75,000 ગૂણીની અને રાજકોટ મથકે 19,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર અનુક્રમે મણદીઠ રૂ. 825થી 1200માં અને રૂ. રૂ. 825થી 1250માં થયાના અહેવાલ હતા.

આપણ વાંચો: ડિસેમ્બરમાં મલયેશિયાની પામતેલની આયાત 4.22 ટકા ઘટી…

દરમિયાન આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1275, સોયા રિફાઈન્ડના રૂ. 1280, સન રિફાઈન્ડના રૂ. 1440, સિંગતેલના રૂ. 1360, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1310 અને સરસવના રૂ. 1525ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર આજે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2090માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1290માં ટકેલા ધોરણે થયા હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button