વેપાર

ધાતુમાં માગ અનુસાર મિશ્ર વલણ

મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ અનુસાર વિવિધ ધાતુઓમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે નિકલ, ઝિન્ક સ્લેબ અને કોપર સ્ક્રેપ હેવીમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. બેથી ત્રણનો ઘટાડો આવ્યો હતો અને બ્રાસ, ટીન, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપરની અમુક વેરાઈટીઓમાં ભાવ કિલોદીઠ રૂ. બેથી નવ વધી આવ્યા હતા, જ્યારે કોપર કેબલ સ્ક્રેપ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગ ખપપૂરતી રહેતાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. ૧૩૮૫ અને કોપર સ્ક્રેપ હેવી તથા ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૭૯૦ અને રૂ. ૨૯૦ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે વપરાશકાર ઉદ્યોગ તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલીને ટેકે અમુક ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. નવ વધીને રૂ. ૫૧૯, ટીનના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને રૂ. ૨૭૨૨, કોપર આર્મિચર. કોપર વાયરબાર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૭૮, રૂ. ૮૫૨ અને રૂ. ૨૪૭ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૭૨ના મથાળે રહ્યા હતા.

જોેકે, આજે પાંખાં કામકાજો વચ્ચે કોપર કેબલ સ્ક્રેપ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૮૦૦, રૂ. ૭૩૦, રૂ. ૧૯૮ અને રૂ. ૧૮૬ના મથાળે ટકેલા રહ્યા હતા.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker