ઇન્ટરનેશનલવેપાર

ચીનની BYDએ Teslaને માત આપી, વિશ્વની સૌથી વધુ વેચાણ ધરાવતી EV કંપની બની

ન્યુ યોર્કઃ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણના જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર યુએસ કાર નિર્માતા ટેસ્લાએ ઇલેક્ટ્રિક વાહનોના ટોચના નિર્માતા તરીકેનો તાજ ચીની કંપની BYD (બિલ્ડ યોર ડ્રીમ) સામે ગુમાવ્યો છે, સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગ અનુસાર, ચીનની કંપનીએ ગયા વર્ષે 31 ડિસેમ્બર સુધીના ત્રણ મહિનાના સમયગાળામાં 525,409 બેટરી ઇલેક્ટ્રિક વાહનો (BEVs) સહિત રેકોર્ડ સંખ્યામાં કાર વેચી હતી, જ્યારે ટેસ્લાએ આ જ સમયગાળામાં 484,507 ઇલેક્ટ્રિક વાહનોની ડિલિવરી કરી હતી.

BYD અને Tesla ઇલેક્ટ્રિક કાર માટે વૈશ્વિક બજારનો 17 ટકા હિસ્સો ધરાવે છે. BYDએ હાઇબ્રિડ વાહનોનો સમાવેશ કરીને 2023ના વર્ષના બીદા ક્વાર્ટર (એપ્રિલથી જૂનનો સમયગાળો) Q2માં ટેસ્લાને પાછળ છોડી દીધું હતું. હવે શુદ્ધ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં પણ BYDએ ટેસ્લા માટે નોંધપાત્ર પડકાર રજૂ કર્યો છે.


ચીનની BYD કંપનીને 2008 થી યુએસ રોકાણ અબજોપતિ વોરેન બફેટનું સમર્થન છે. તેમણે BYD કંપનીમાં જંગી રોકાણ કર્યું છે. જોકે, ટૂંક સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વોરેન બફેટે BYD કંપનીમાંનો તેમનો મોટા ભાગનો હિસ્સો વેચી નાખ્યો છે. BYD ને ચીનની સરકારનું સમર્થન છે અને ચીનમાં ઇલેક્ટ્રીક વેહિકલની વધતી જતી માગનો તેને ફાયદો થયો છે. BYD કંપની ઇલેક્ટ્રીક વાહનોની વિશઆળ રેન્જ ઉપરાંત હાઇ બ્રિડ મોડેલો પણ વેચે છે.
જ્યારે ટેસ્લાની વાત કરીએ તો તે અમેરિકન ધનકુબેર એલોન મસ્કની કંપની છે. તેનું મુખ્ય બજાર ચીન, અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો છે. તે માત્ર ઇલેક્ટ્રીક વાહનો જ વેચે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button