વેપાર

Capital Infra Trust IPO: આવતી કાલે બંધ થઇ જશે ઇસ્યુ, જાણીલો આ કંપની વિશે

મુંબઈ: કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટનો IPO (Capital Infra Trust IPO)નો પબ્લિક ઇશ્યૂ ગઈ કાલે 7મી જાન્યુઆરીએ ખુલ્યો. તેના એક દિવસ અગાઉ, કંપનીએ એન્કર બુક દ્વારા 27 ઇન્સ્ટીટયુશનલ રોકાણકારો પાસેથી રૂ. 703 કરોડ એકઠા કર્યા હતા.

આ ઇન્વેસ્ટર્સે ભગા લીધો:
અહેવાલ મુજબ HDFC લાઈફ ઈન્સ્યોરન્સ, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, NPS ટ્રસ્ટ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, AXIS મ્યુચ્યુઅલ ફંડ, નુવામા મલ્ટી એસેટ સ્ટ્રેટેજી રિટર્ન ફંડ, કોટક મહિન્દ્રા ટ્રસ્ટી, ICICI પ્રુડેન્શિયલ એમએફ, મેક્સ લાઈફ ઈન્સ્યોરન્સ, બરોડા પીએનબી પરિબા એમએફ, પીકો કેપિટલ અને નવી ફિનસર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે એન્કર બુકમાં ભાગ લીધો હતો. એક્સચેન્જોને મોકલવામાં આવેલી તેની ફાઈલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે તેણે એન્કર રોકાણકારોને રૂ. 99 પ્રતિ યુનિટના દરે 7.1 કરોડ યુનિટના એલોકેશનને અંતિમ સ્વરૂપ આપ્યું છે. IPO 9 જાન્યુઆરીએ બંધ થશે. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ અગાઉ નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ તરીકે ઓળખાતું હતું, તે IPO દ્વારા રૂ. 1,578 કરોડ એકત્ર કરી રહ્યું છે.

પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ ડેટ:
IPOમાં રૂ. 1,077 કરોડ સુધીના નવા યુનિટ હશે. તેમજ રૂ. 501 કરોડના યુનિટ ઓફર ફોર સેલ રહેશે. IPOમાં યુનિટ દીઠ રૂ. 99-100ની પ્રાઇસ બેન્ડમાં અને 150ની લોટમાં બિડિંગ કરી શકાય છે. IPO બંધ થયા પછી 14 જાન્યુઆરીએ યુનિટ એલોકેશન ફાઈનલ થશે. 17 જાન્યુઆરીથી BSE, NSE પર યુનિટ્સમાં ટ્રેડિંગ શરૂ થશે.

જાણો કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ વિષે:
કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટની સ્થાપના ગવાર કન્સ્ટ્રક્શન દ્વારા સપ્ટેમ્બર 2023 માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ તરીકે કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પૂર્ણ થયેલ અને રેવન્યુ જનરેટ કરતી ઇનિશિયલ પોર્ટફોલિયો એસેટને હસ્તગત, સંચાલન અને રોકાણ કરવાનો છે.

IPO ના નાણાંનો ઉપયોગ કેવી રીતે થશે? કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટ તેના IPOમાં નવા યુનિટો જાહેર કરીને એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ફાઈનાન્સશીયલ લેન્ડર્સ ને સ્પોન્સર્સ પાસેથી લીધેલી લોનની ચૂકવણી કરવા માટે કરશે. Axis Trustee Services ને ટ્રસ્ટના એકમાત્ર ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટના આઇપીઓનું સંચાલન કરતા બુક રનિંગ લીડ મેનેજર્સ SBI કેપિટલ માર્કેટ્સ અને HDFC બેન્ક છે.

Also read: ચાઇના ઇફેક્ટને કારણે મેટલેક્સમાં સુધારો, બાકીના બધા સેક્ટરલ ઇન્ડેક્સ ગબડ્યાં

નાણાકીય વર્ષ 2024 માં ઇનિશિયલ પોર્ટફોલિયો એસેટ્સની કામગીરીમાંથી કેપિટલ ઇન્ફ્રા ટ્રસ્ટની આવક રૂ. 1,485 કરોડ હતી. જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ. 2,033 કરોડની આવક કરતાં ઘણી ઓછી છે. નાણાકીય વર્ષ 2024માં નફો નોંધપાત્ર રીતે ઘટીને રૂ. 125.8 કરોડ થયો હતો, જે નાણાકીય વર્ષ 2023માં રૂ. 497.2 કરોડ હતો. સપ્ટેમ્બર 2024માં પૂરા થયેલા છ મહિનાના સમયગાળામાં નફો રૂ. 115.4 કરોડ હતો અને આવક રૂ. 705.4 કરોડ હતી.

(નોંધ: શેર બજારમાં જોખમોને આધીન છે, માત્ર આ માહિતીને આધારે શેરબજારમાં રોકાણ કરવું નહીં, બજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો. કોઈ પણ નુકશાન બદલ મુંબઈ સમાચાર જવાબદાર રહેશે નહીં.)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button