બિઝનેસ બિટ્સ
એઆઇ સાથે ચાલવુ જરૂરી: ટીસીએસ
મુંબઇ: વિકાસ સાતત્ય માટે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેનએઆઇ) ટેક્નોલોજી સાથે તાલ મિલાવવો આવશ્યક હોવાનું ટાટા ક્નસલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કે કૃતિવાસને કર્મચારીઓને નવા વર્ષના સંદેશમાં જણાવ્યું છે. તેમણે 600,000 કરતાં વધુ કર્મચારીઓને ઈમેલમાં સંદેશ આપ્યો છે.
ટીજીપીએલમાં વીઆઇએલ ઇન્વેસ્ટમેન્ટ કરશે
મુંબઇ:પ્રોજેક્ટ ક્નસલ્ટન્સી અને ટર્નકી સોલ્યુશન્સ પૂરા પાડતી વિવાંતા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (વીઆઇએલ), ટ્રિનિટી ગણેશ પ્રાઇવેટ લિમિટેડ(ટીજીપીએલ)માં રોકાણ કરવાની યોજના ધરાવે છે. ડ્રોન બિઝનેસમાં વિસ્તરણ કરવા માટે કંપનીએ વિવાંતા ડ્રોન રિસર્ચ સેન્ટર તાંઝાનિયા લિમિટેડ સાથે એમઓયુ અંતર્ગત પચાસ ટકા હિસ્સો હસ્તગત કર્યો છે. કંપની એસેમ્બલી લાઇન તેમજ આરએન્ડડી ઊભી કરશે.
મારૂતિ સુઝુકીના કુલ વેચાણમાં ઘટાડો
મુંબઇ: ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે સોમવારે જાહેરાત કરી હતી કે તેણે ડિસેમ્બર 2023માં તેના વેચાણના આંકડામાં 2022ના સમાન મહિનાની સરખામણીમાં ઘટાડો નોંધાવ્યો હતો. ડેટા અનુસાર, તેણે ડિસેમ્બર 2022માં 139,347 એકમોની સરખામણીમાં આ મહિનામાં 137,551 કાર વેચી હતી. યુટિલિટી વાહનો સિવાયના તમામ પેસેન્જર વાહનોના સેગમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો હતો.
આરપાવર ટીએચડીસીને હાઇડ્રો પ્રોજેક્ટ વેચશે
રિલાયન્સ પાવરે અરૂણાચલ પ્રદેશમાં તેનો 1,200 મેગાવોટ કલાઈ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ રૂ. 128.39 કરોડમાં ટીએચડીસી ઇન્ડિયાને વેચવાનો કરાર કર્યો છે. રિલાયન્સ પાવરે રવિવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કરાર કરવાનો હેતુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટનું મોનેટાઇઝેશન કરવાનો હતો. ઉ