વેપાર

મલયેશિયા પાછળ આરબીડી પામોલિનમાં ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ઑક્ટોબર, ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૯૭ સેન્ટ, ૮૯ સેન્ટ અને ૯૧ સેન્ટ વધી આવ્યાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૧૩૩, ૧૨૬ અને ૧૨૩ રિંગિટ વધી આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં એકમાત્ર આરબીડી પામોલિનમાં ૧૦ કિલોદીઠ રૂ. ૩૫નો ઉછાળો આવ્યો હતો, જ્યારે અન્ય આયાતી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું.
વધુમાં આજે સૌરાષ્ટ્રનાં મથકો પર સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ નિરસ રહેતાં તેલિયા ટીનના ભાવમાં ૧૫ કિલોદીઠ રૂ. ૪૦નો અને લૂઝમાં રૂ. ૨૫નો ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિક સ્તરે સિંગતેલના ભાવ ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા. તેમ જ સરસવના ભાવમાં મથકો પાછળ રૂ. ૧૦નો સુધારો જોવા મળ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડાયરેક્ટ ડિલિવરી શરતે રિલાયન્સ રિટેલ અને ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવ રૂ. ૧૩૨૫ અને એએનએના રૂ. ૧૩૩૦ ક્વૉટ થઈ રહ્યા હતા.

જ્યારે રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૧૩૦૫, સન રિફાઈન્ડના રૂ. ૧૨૯૫ અને સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૨ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે એકંદરે વેપાર છૂટાછવાયા ખપપૂરતા રહ્યા હતા.

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૩૧૦, સોયા રિફાઈન્ડ અને સનરિફાઈન્ડના રૂ. ૧૨૮૦, સિંગતેલના રૂ. ૧૫૨૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૩૨૦ અને સરસવના રૂ. ૧૪૩૦ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતના મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૨૩૫૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૭૫માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે મધ્ય પ્રદેશનાં મથકો પર આજે સોયાબીનના જૂના-નવા માલોની અંદાજે ૨.૨૫ લાખ ગૂણીની આવક હતી, જેમાં ૭૫ ટકા નવા અને ૨૫ ટકા જૂના માલોનો સમાવેશ થતો હતો. આજે મંડીમાં સોયાબીનના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૯૦૦થી ૪૫૫૦માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. ૪૬૦૦થી ૪૭૦૦માં થયા હતા. જ્યારે રાજસ્થાનમાં સરસવની ૧.૬૫ લાખ ગૂણીની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૭૦૨૫થી ૭૦૫૦માં થયા હતા. આ સિવાય સરસવ એક્સ્પેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૫૧માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૪૬૧માં અને સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. ૨૬૩૫થી ૨૬૪૦માં થયાના અહેવાલ હતા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત