Bitcoin: ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી જીવંત, આ કારણે થયો બિટકોઇનના મૂલ્યમાં વધારો

નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને સંભવિત ક્રિપ્ટો-ફ્રેંડલી વહીવટની અપેક્ષાને કારણે ક્રિપ્ટોકરન્સી માર્કેટ ફરી જીવંત થયું છે. જેમાં મંગળવારે બિટકોઈન(Bitcoin)ઓલ ટાઉમ હાઇ 90000 ડોલરની સપાટી નજીક પહોંચ્યો છે. આ ઉપરાંત ઘણા નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે વર્ષ 2024ના અંત સુધીમાં બિટકોઈન એક લાખ ડોલરના ઐતિહાસિક આંકડાને સ્પર્શી જશે.
Also read: ઓફીસ સંભાળતા પહેલા ટ્રમ્પ એક્શનમાં; પુતિનને ફોન કરી યુક્રેન યુદ્ધ અંગે આ ચર્ચા કરી
બિટકોઈનનું મૂલ્યમાં એક લાખ ડોલર સુધી પહોંચી શકે છે
બિટકોઇનના મૂલ્યમાં 5 નવેમ્બર 2024 ના રોજ યુએસ પ્રમુખપદની ચૂંટણી પછી 32 ટકાનો વધારો થયો છે. 6 નવેમ્બરના રોજ એક જ સત્રમાં યુએસ ચૂંટણીમાં ટ્રમ્પની જીત પછી બિટકોઈન 8 ટકા ઉછળ્યો અને 75,000 ડોલરની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. જે હવે અઠવાડિયા પછી 90,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બિટકોઈનમાં 9 ટકાનો વધારો થયો છે. બિટકોઈનમાં વધારો થવાનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરી ગેન્સલરની જગ્યાએ એસઇસી( SEC)ચેરમેન તરીકે પ્રો-ક્રિપ્ટો ઉમેદવારની નિમણૂક કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે બિટકોઈન એક લાખ ડોલર સુધી પણ જઈ શકે છે.
બિટકોઈન 2025માં નવી ઊંચી સપાટી બનાવશે
બર્નસ્ટેઈનના નિષ્ણાતોએ 2025 સુધી બિટકોઈનનો લાંબા ગાળાનો ટાર્ગેટ 2 લાખ ડોલર આપ્યો છે. એનો અર્થ એ છે કે વર્તમાન સ્તરથી આ ક્રિપ્ટોકરન્સીમાં બેવડો વધારો થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ માનવામાં આવી રહ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન ક્રિપ્ટોકરન્સીને પ્રોત્સાહન આપતી નીતિ લાગુ કરવામાં આવી શકે છે.
Also read: એરિઝોનામાં પણ Donald Trumpનો વિજય, 7 સ્વિંગ સ્ટેટમા જીત હાંસલ કરીને રચ્યો ઈતિહાસ
ટ્રમ્પ અમેરિકાને વૈશ્વિક ક્રિપ્ટો લીડર તરીકે જોવા માંગે છે અને તે બિટકોઈન રિઝર્વ પણ બનાવવા માંગે છે. ટ્રમ્પે ડિજિટલ એસેટ્સને સપોર્ટ કરવાની ખાતરી આપી છે.
માઇક્રોસ્ટ્રેટેજીએ 2 બિલિયન ડોલરના બિટકોઇન્સ ખરીદ્યા
બિટકોઇનમાં હાલના ઉછાળાનું કારણ સોફ્ટવેર કંપની માઇક્રોસ્ટ્રેટેજી દ્વારા 27,200 બિટકોઇન્સની ખરીદી છે. જે કંપનીએ 2.03 બિલિયન ડોલરમાં ખરીદી હતી. છેલ્લા ચાર વર્ષથી કંપની સતત બિટકોઈન ખરીદી રહી છે. કંપની બિટકોઈનમાં રોકાણ કરવા માટે જાણીતી છે.
Also read: Trump ભારતના વડાપ્રધાન મોદીથી છે પ્રભાવિત, આગામી વર્ષે આવી શકે છે ભારત મુલાકાતે
યુએસ પ્રમુખપદની ચૂંટણીઓ અને બિટકોઇન કનેક્શન
યુએસ પ્રમુખપદની ચૂંટણીઓ પછી બિટકોઇન ઘણી વખત વધ્યો છે. જેમાં વર્ષ 2012માં ઓબામાની જીત બાદ, બિટકોઈન 90 દિવસમાં 87 ટકા વધ્યો. વર્ષ 2016માં ટ્રમ્પની જીત પછી તેમાં 44 ટકાનો વધારો થયો હતો. વર્ષ 2020માં બાઈડેનની જીત પછી તેમાં 145 ટકાનો વધારો થયો હતો. આ વર્ષે ચૂંટણી પછીના એક દિવસમાં બિટકોઈનનું મૂલ્ય 8 ટકા વધ્યું છે