બૅન્ક ઑફ મહારાષ્ટ્રને એસ ઍન્ડ પી એ ટ્રિપલ બી- રેટિંગ | મુંબઈ સમાચાર
વેપાર

બૅન્ક ઑફ મહારાષ્ટ્રને એસ ઍન્ડ પી એ ટ્રિપલ બી- રેટિંગ

નવી દિલ્હીઃ બૅન્કનાં મજબૂત નાણાકીય પરિબળોને ધ્યાનમાં લેતા ગ્લોબલ રેટિંગ્સ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સે જાહેરક્ષેત્રની બૅન્ક ઑફ મહારાષ્ટ્રને બીબીબી- રેટિંગ આપ્યું હોવાનું બૅન્કે જણાવ્યું છે.

રેટિંગ એજન્સીએ ફાળવેલું ઈન્વેસ્ટમેન્ટ ગે્રડનું રેટિંગ બૅન્કને ફંડ પેટેનાં ખર્ચમાં ઘટાડો કરવામાં અને સારા દર સાથે દરિયાપારની મૂડી વધારવામાં મદદરૂપ થશે. અત્રે નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સે ભારતનું સૉવરિન રેટિંગ્સ સુધારીને ટ્રિપલ-બી સ્થિર કર્યું હતું.

આ પણ વાંચો: મજબૂત સ્થાનિક માગને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પીએ 6.5 ટકા વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખ્યો

બૅન્ક ઑફ મહારાષ્ટ્રની યાદી અનુસાર એસ ઍન્ડ પીએ ગ્લોબલ રેટિંગ્સે બૅન્કનાં મૂળભૂત પરિબળો અને સુવ્યવસ્થિત સંચાલનને ધ્યાનમાં લેતા સ્ટેન્ડએલોન ક્રેડિટ પ્રોફાઈલ રેટિંગ્સ આપ્યું છે. હાલમાં બૅન્ક ફિચેે સંસ્થાકીય પ્રગતિ અને સ્થિરતાને ધ્યાનમાં રાખીને ફાળવેલું ડબલ બી- રેટિંગ ધરાવે છે અને હવે એસ ઍન્ડ પીએ ફાળવેલું ટ્રિપલ બી રેટિંગ એક સિમાચિહ્નરૂપ હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

અમને મળેલી આ આંતરરાષ્ટ્રીય ઓળખ અમારા સુધારિત પ્રદર્શન અને અમારા હિસ્સેદારોએ અમારા પર મૂકેલા વિશ્વાસનો પૂરાવો છે અને અમે ઉચ્ચતમ ધોરણો જાળવી રાખવાની સાથે ટકાઉ વિકાસને આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ બૅન્કનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસિર નિધુ સક્સેનાએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button