શુકનવંતા સોના-ચાંદીએ આપ્યા સારા સમાચાર, સતત ત્રીજા દિવસે ઘટી કિંમતો | મુંબઈ સમાચાર
વેપાર

શુકનવંતા સોના-ચાંદીએ આપ્યા સારા સમાચાર, સતત ત્રીજા દિવસે ઘટી કિંમતો

અમદાવાદ: સોનું-ચાદી એવી ધાતુ છે જે દરેક સમય અને સિઝનમાં ખરીદાવામાં આવતી હોય છે. વાર-તહેવારે વિશેષ ખરીદી થતી હોય છે, પરંતુ આજકાલ સોનાના ભાવમાં આવતા ઉછાળાને જોઈ લોકો જ્યારે પણ નોંધપાત્ર ઘટાડો થાય ત્યારે ખરીદવા દોડી જતા હોય છે. તો જો તમે પણ સોનું ખરીદવા માગતા હો તો તમારા માટે સારા સમાચાર છે. સોનાની કિંમતો સતત ત્રણ દિવસથી ઘડાટો નોંધાઈ રહ્યો છે. જો તમે સોનું ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો આ સમય સૌથી સારો છે. 17 જુલાઈના 10 ગ્રામ સોનાની કિંમતો 490 રૂપિયાનો ઘટાડો નોંધયો છે. જ્યારે ચાંદીની કિંમતોમાં લગભગ 1000 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

સોનાના ભાવમાં ઘટાડો

આજે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 99,270 રૂપિયા થયો છે, જે ગઈકાલે 99,760 રૂપિયા હતો, એટલે કે 490 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 90,990 રૂપિયા અને 18 કેરેટ સોનાની કિંમત 74,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે મળી રહ્યું છે. આ ઘટાડો બજારમાં સોનાની ખરીદી માટે આકર્ષક તક લાવ્યો છે, ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં.

ભારતના મુખ્ય શહેરોમાં સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમતો 99420 નોંધાઈ છે. જ્યારે મુંબઈમાં 99760 કિંમતો પર સોનું વહેંચાય રહ્યું છે. ચેન્નાઈ અને કોલકત્તામાં 99270, જ્યારે ગુજરાતના અમદાવાદમાં 10 ગ્રામ સોનાની કિંમતો 99320 નોંધાઈ છે.

આપણ વાંચો:  વૈશ્વિક સોનાચાંદીમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક છતાં સ્થાનિક સોનામાં રૂ. 456નો અને ચાંદીમાં રૂ. 1001નો ઘટાડો

ચાંદીની કિંમતો ઘટી

સોના સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીનો ભાવ 1,13,900 રૂપિયા પ્રતિ કિલો થયો, જેમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો છે. કેટલાંક શહેરોમાં ચાંદીના ભાવ આનાથી થોડા વધુ હોઈ શકે છે, પરંતુ એકંદરે બજારમાં ચાંદી સસ્તી થઈ છે. આ ઘટાડો રોકાણકારો અને ખરીદદારો માટે ફાયદાકારક છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો બજારમાં ખરીદીનું આકર્ષણ વધારશે. ખાસ કરીને લગ્નસરાહો અને તહેવારોની મોસમ નજીક આવતાં આ ઘટાડો ગ્રાહકો માટે રાહત લાવશે. નિષ્ણાંતોના મત પ્રમાણે ગ્લોબલ ઇકોનોમીમાં સુધારો આવતા અને ડોલરની કિંમતોમાં ફેરફાર થતા સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button