પહેલી જાન્યુઆરીથી એથર એનર્જી ઈલેક્ટ્રિક સ્કૂટરના ભાવમાં રૂ. 3000 સુધીનો વધારો કરશે…

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો બનાવતી કંપની એથર એનર્જી ઈનપૂટ ખર્ચમાં થયેલા વધારા અને વિનિમય બજારની માઠી અસરને ખાળવા માટે આગામી પહેલી જાન્યુઆરીથી તેનાં સ્કૂટરનાં તમામ મોડૅલના ભાવમાં રૂ. 3000 સુધીનો વધારો કરશે.
આ વધારો મુખ્યત્વે કાચા માલના ભાવમાં થયેલા વધારો, ફોરેક્સ માર્કેટમાં રૂપિયામાં ધોવાણ અને વૈશ્વિક સ્તરે મુખ્ય ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સના ભાવમાં થયેલ વધારાને કારણે કરવામાં આવ્યો હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે હાલમાં કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્કૂટરની 450 સિરીઝ અને ફેમિલી સ્કૂટર રિઝ્ટાનો સમાવેશ થાય છે તેની એક્સ દિલ્હી કિંમત રૂ. 1,14,546થી 1,82,946 સુધીની છે. વધુમાં કંપનીએ યાદીમાં ઉમેર્યું હતું કે હાલમાં અમે `ઈલેક્ટ્રિક ડિસેમ્બર’ સ્કીમ ઓફર કરી રહ્યા છીએ, જેમાં વિવિધ શહેરોમાં રૂ. 20,000 સુધીનાં ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવી રહ્યો છે.



