વેપાર

રૂપિયામાં સુધારો થતાં સોનામાં ₹ ૯૬નો અને ચાંદીમાં ₹ ૨૦૩નો ઘસરકો

Faster-than-expected economic growth in the US

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્તમાન વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિકગાળામાં અમેરિકામાં આર્થિક વૃદ્ધિમાં અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાનાં નિર્દેશ છતાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હતી.

તેમ જ સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા પ્રબળ આશાવાદે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં વધુ એક ટકા આસપાસનો ઘટાડો આવ્યો હતો.

જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ઘટ્યા મથાળેથી પાંચ પૈસાનો સુધારો જોવા મળતાં આયાત પડતરોમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦૩નો ઘસરકો આવ્યો હતો.

બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે સોનામાં વૈશ્ર્વિક બજારમાં મક્કમ વલણ રહ્યું હોવા છતાં રૂપિયામાં સુધારો આવતાં આયાત પડતરો ઘટવાને કારણે વિશ્ર્વ બજારથી વિપરીત સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૭,૮૫૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૮,૧૩૧ના મથાળે રહ્યા હતા. જોકે, વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહી હતી. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૦૩ ઘટીને રૂ. ૮૧,૨૭૧ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩૭૦.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭૯ ટકા વધીને ૨૩૭૦.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૭૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮ ડૉલરની અંદર ઊતરીને ૨૭.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત જૂનના અંતે પૂરા થયેલા બીજા ત્રિમાસિકગાળામાં અમેરિકી અર્થતંત્રમાં અપેક્ષા કરતાં વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવા છતાં આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવામાં ઘટાડો જોવા મળતાં ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા પ્રબળ આશાવાદે આજે સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હોવાનું એએનઝેડનાં કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ સોની કુમારીએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત સપ્તાહે ઊંચા મથાળેથી કરેક્શન આવ્યા બાદ સોનામાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે.

વધુમાં નવી દિલ્હી સ્થિત એક રિસર્ચ કંપની એસએસ વેલ્થસ્ટ્રીટનાં ફાઉન્ડર સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે હાલને તબક્કે વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૨૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે, જ્યારે આ વર્ષના અંત સુધીમાં ભાવ વધીને ૨૬૮૦ ડૉલરની સપાટી સુધી પહોંચે તેવી શક્યતા જણાય છે. આગામી દિવસોમાં ખાસ કરીને અમેરિકાની ચૂંટણીના પરિણામો અને અમેરિકા-ચીન વચ્ચેનાં વેપાર સંબંધોની સોના પર અસર જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…