મુંબઇ: મુંબઇ શેરબજારના બધા સેકટરલ ઈન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ગબડ્યા હતા અને તમામ લિસ્ટેડ ઇક્વિટીના માર્કેટ કેપિટલમાં રૂ.૯.૨ લાખ કરોડનું ધોવાણ નોંધાયું હતું. મંગળવારે બીએસઈ સેન્સેક્સ ગત સોમવારના ૮૧,૧૫૧.૨૭ના બંધથી ૯૩૦.૫૫ પોઈન્ટ્સ (૧.૧૫ ટકા) ઘટ્યો હતો. માર્કેટ કેપ રૂ.૯.૨ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૪.૪૫ લાખ કરોડ રહ્યું હતું.
સેન્સેક્સ ૮૧,૧૫૫.૦૮ ખૂલીને ઊંચામાં ૮૧,૫૦૪.૨૪ સુધી અને નીચામાં ૮૦,૧૪૯.૫૩ સુધી જઈને અંતે ૮૦,૨૨૦.૭૨ પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સની માત્ર એક સ્ક્રિપ્સ વધી હતી અને ૨૯ સ્ક્રિપ્સ ઘટી હતી. એક્સચેન્જમાં ૪,૦૫૮ સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં ૫૫૭ સ્ટોક્સ વધ્યા હતા, ૩,૪૩૦ સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે ૭૧ સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. ૧૬૮ સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ૧૫૯ સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.
બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ ૨.૫૨ ટકા અને બીએસઈ સ્મોલકેપ ૩.૮૧ ટકા ઘટ્યો હતો.
સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૩.૫૦ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૪.૪૩ ટકા ઘટ્યો હતો. બધા સેકટરલ ઈન્ડાયસીસ ઘટ્યા હતા, જેમાં બીએસઈ ઈન્ડસ્ટ્રિયલ્સ ૩.૫૧ ટકા, રિયલ્ટી ૩.૨૯ ટકા, મેટલ ૨.૯૯ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૯૫ ટકા, કોમોડિટીઝ ૨.૮ ટકા, યુટિલિટીઝ ૨.૬૪ ટકા, પાવર ૨.૬૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૨.૬૩ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી ૨.૫૪ ટકા, એનર્જી ૨.૫૨ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૪૬ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૪૧ ટકા, ઓટો ૨.૨૯ ટકા, સર્વિસીસ ૨.૦૩ ટકા, હેલ્થકેર ૧.૭૯ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ ૧.૭૨ ટકા, બેન્કેક્સ ૧.૩ ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી ૧.૦૯ ટકા, એફએમસીજી ૦.૮૩ ટકા અને ટેક ૦.૭૭ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં એકમાત્ર આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૭ ટકા વધ્યો હતો, જ્યારે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩.૭૯ ટકા, તાતા સ્ટીલ ૨.૯૪ ટકા, પાવર ગ્રીડ ૨.૯૨ ટકા, સ્ટેટ બેન્ક ૨.૯૧ ટકા, તાતા મોટર્સ ૨.૬૪ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૩૫ ટકા, એનટીપીસી ૩.૭૯ ટકા, મારુતિ ૨.૧૪ ટકા, લાર્સન ૨.૧૩ ટકા, બજાજ ફિનસર્વ ૨.૦૨ ટકા, રિલાયન્સ ૧.૮૬ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૫૮ ટકા, તાતા ક્ધસલ્ટન્સી ૧.૫૩ ટકા, કોટક બેન્ક ૧.૪૬ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૨૬ ટકા, એશિયન પેઈન્ટ્સ અને એક્સિસ બેન્ક ૧.૨૪ ટકા ઘટ્યા હતા.