નવી દિલ્હી : પેટીએમ (Paytm)ની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે સ્ટેક ખરીદવાના સમાચાર માત્ર અટકળો છે અને કંપની આ સંબંધમાં કોઈપણ ચર્ચામાં સામેલ નથી. અમે હંમેશા સેબી (SEBI) ના નિયમોનું પાલન કર્યું છે.અમે કાયદા હેઠળની અમારી જવાબદારીઓનું પાલન કરીને જાહેરાતો કરી છે અને કરવાનું ચાલુ રાખીશું.
અદાણીને અમદાવાદમાં તેમની ઓફિસમાં મળ્યા હતા
આ પૂર્વે એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી Paytmની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સમાં હિસ્સો ખરીદવા માંગે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્મા મંગળવારે અદાણીને અમદાવાદમાં તેમની ઓફિસમાં મળ્યા હતા અને ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. જો બંને વચ્ચે આ સોદો સફળ થાય છે, તો તે ફિનટેક સેક્ટરમાં અદાણી જૂથની એન્ટ્રી હશે. જે ગૂગલ પે, વોલમાર્ટની માલિકીની ફોન-પે અને મુકેશ અંબાણીની જિયો ફાયનાન્સિયલ સાથે સ્પર્ધા કરશે.
Read More: Paytmએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, દરેક શેરદીઠ રૂ.1,800થી વધુનું નુકસાન
આ અદાણીની મહત્વની ખરીદીઓમાંની એક હશે
જો આ ડીલ થશે તો અંબુજા સિમેન્ટ્સ અને એનડીવી પછી આ અદાણીની મહત્વની ખરીદીઓમાંની એક હશે. શર્મા વન 97માં લગભગ 19 ટકા હિસ્સો ધરાવે છે, જે મંગળવારે શેરના રૂપિયા 342 પ્રતિ શેરનાભાવના આધારે રૂપિયા 4,218 કરોડનું મૂલ્ય ધરાવે છે. શર્મા પોતે પેટીએમમાં 9 ટકા હિસ્સો ધરાવે છે અને વિદેશી ફર્મ રેસિલિએન્ટ એસેટ મેનેજમેન્ટ દ્વારા 10 ટકા હિસ્સો ધરાવે છે. વન97 દ્વારા સ્ટોક એક્સચેન્જમાં ફાઇલ કરાયેલા દસ્તાવેજો અનુસાર શર્મા અને રેસિલિએન્ટ બંને જાહેર શેરધારકો તરીકે સૂચિબદ્ધ છે.
26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર કરવી પડશે
સેબીના નિયમો અનુસાર, ટાર્ગેટ કંપનીમાં 25 ટકાથી ઓછો હિસ્સો ધરાવતા હસ્તગત કરનારે કંપનીમાં ઓછામાં ઓછા 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર કરવી પડશે. હસ્તગત કરનાર કંપનીની સમગ્ર શેર મૂડી માટે ઓપન ઓફર પણ કરી શકે છે.
Read More: સોના-ચાંદીની Jewelryમાં વેસ્ટેજને લઈને કેન્દ્ર સરકારનો નવો નિયમ, જાણો વિગતો
માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 21,773 કરોડ
સૂત્રોએ જણાવ્યું કે અદાણી અને શર્મા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે અદાણી પશ્ચિમ એશિયાના ફંડ મેનેજરો સાથે પણ વાતચીત કરી રહ્યું છે. જેના લીધે વન97 માં રોકાણકારો લાવી શકાય. જેણે દેશમાં મોબાઇલ પેમેન્ટની પહેલ કરી છે. 2007માં શર્મા દ્વારા સ્થપાયેલ વન 97 જેનો IPO દેશમાં બીજા નંબરનો સૌથી મોટો હતો. તેની માર્કેટ કેપિટલાઇઝેશન રૂપિયા 21,773 કરોડ છે.