લોકો પાસે હજુ પણ છે કરોડો રૂપિયાની 2000ની નોટઃ RBI એ જાહેર કર્યા આંકડા
મુંબઈ :ગત વર્ષે 19 મે 2023ના રોજ RBI એ બેંક ચલણમાંથી 2000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી, ત્યારે બજારમાંથી કુલ 3.56 લાખ કરોડની 2000ની નોટ મળી આવી હતી. દેશમાં 2000 રૂ.(2000 RUPEES NOTES)ની ગુલાબી નોટ પર પ્રતિબંધ મૂક્યાને અંદાજે ડોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તેમ છતા હજુ સુધી સંપૂર્ણ નોટો પરત ખેંચાઈ નથી. RBI એ 2000ની નોટોને લઈ મોટુ અપડેટ જાહેર કર્યુ છે. બેંકનું કેહવું છે કે લોકો પાસે હજુ પણ રૂ. 6691 કરોડ થી વધુની ચલણી નોટો છે. કેંન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, રૂ. 2000ની કુલ નોટોમાંથી 98.12 ટકા નોટો ચલણમાંથી બાકાત કરતા પરત આવી છે.
બે મહીનામાં 426 કરોડ પાછા ખેંચ્યા RBIએ 2000 રૂપિયાની નોટોને લઈને મહત્તવની જાણકારી આપતી વખતે આંકડા જાહેર કર્યા હતા, ત્યારે ચલણી નોટોને ચલણમાંથી બાહાર કરતા તેને પરત કરવાની માંગ સર્જાઈ હતી. બે મહિનાના સમયગાળામાં રૂ. 426 કરોડ પરત આવ્યા હતા. RBI દ્વારા 1 ઓક્ટોબરના રોજ શેર કરવામાં આવેલ ડેટા અનુસાર બજારમાં રૂ. 7117 કરોડ ની ગુલાબી નોટ ઉપલ્બધ હતી, જે 31 ડિસેમ્બર 2024 સુધી રૂ. 6691 કરોડ થઈ.
Also read: વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ 8.478 અબજ ડૉલરનું ગાબડું
ક્યારે અને કેમ બંધ કરવામાં આવી હતી 2000ની નોટ RBI ની ક્લિન નોટ પોલિસી (CLEAN NOTE POLICY)હેઠળ 19 મે 2023ના રોજ દેશના ચલણમાં 2000ની નોટ સૌથી વધુ મુલ્ય ધરાવતી નોટ હતી, માટે આ નોટ ને પરત ખેંચી હતી. ત્યારબાદ કેન્દ્રીય બેંક અને સ્થાનિક બેંક સહિત 19 RBI ના કાર્યાલયોમાં નોટોને પરત કરવાનો અને બદલાવવા માટે 23 મે થી 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સમયમર્યાદા વધારવામાં આવી રહી છે. અગાઉ 2016માં મોદી સરકારે રૂ. 500 અને રૂ.1000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો અચાનક નિર્ણય જાહેર કર્યો હતો અને તે સમયે રૂ. 2000ની પિંક નોટ બહાર પાડવામાં આવી હતી.