- આમચી મુંબઈ

એટીએમમાંની રોકડ ચોરનારી ટોળકી પંજાબમાંથી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: એટીએમ સેન્ટરમાં સ્પાય કૅમેરા ગોઠવીને કૅશ બૉક્સની પૅટર્ન પ્રાપ્ત કરી એટીએમમાંથી રોકડ ચોરનારી આંતરરાજ્ય ટોળકીને પંજાબમાંથી પકડી પાડવામાં આવી હતી. ઘાટકોપર અને કુર્લાના એટીએમમાંથી આ જ પદ્ધતિથી ચોરી કરનારી ટોળકીએ અન્ય વિસ્તારના એટીએમમાંથી પણ રોકડ ચોરી…
- મહારાષ્ટ્ર

નાગપુરની ફાર્મા કંપનીમાં ધડાકો થતાં એકનું મોત: છ જખમી
નાગપુર: નાગપુરની ફાર્મા કંપનીના યુનિટમાં રિએક્ટરમાં ધડાકો થતાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘવાયેલા છને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જખમીઓમાંથી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા મુજબ મંગળવારની સવારે 11 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. નાગપુરના ભીલગાંવ ખાતે…
- આમચી મુંબઈ

ચાર સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મળતાં ખળભળાટ
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: મુંબઈની બે અને મીરા-ભાયંદરની બે ઈન્ટરનૅશનલ સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં ખળભળાટ મચી ગયો હતો. સઘન તપાસ બાદ પણ ચારેય શાળામાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જોકે આ પ્રકરણે પોલીસે ‘સાયબર ટેરરિઝમ’નો કેસ નોંધ્યો…
- આમચી મુંબઈ

ઈન્સ્ટાગ્રામ પર યુવતીઓને ફૉલો કરી વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની માગણી કરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર યુવતી-મહિલાઓને ફૉલો કરીને તેમને વીડિયો કૉલ સામે નિર્વસ્ત્ર થવાની માગણી કરનારા યુવકને પોલીસે કર્ણાટકથી પકડી પાડ્યો હતો. કમ્પ્યુટર નિષ્ણાત યુવક માગણીનો ઇનકાર કરનારી યુવતીના નામે બનાવટી પ્રોફાઈલ તૈયાર કરી સોશિયલ મીડિયા પર અશ્લીલ…
- આમચી મુંબઈ

શિર્ડી જતી ખાનગી બસને સંગમનેર પાસે નડ્યો ગમખ્વાર અકસ્માત: ત્રણનાં મોત
મુંબઈ: શિર્ડી જતી ખાનગી બસને અહિલ્યાનગર જિલ્લાના સંગમનેર તાલુકામાં નડેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે આઠ ગંભીર રીતે ઘવાયા હતા. પૂરપાટ દોડતી લક્ઝરી બસ સામેથી આવેલી કેરી ભરેલી ટ્રક સાથે ટકરાયા બાદ બન્ને વાહન રસ્તા પરથી નીચે…
- આમચી મુંબઈ

થાણેમાં યુવાન પર ગોળીબાર: ચારની ધરપકડ
થાણે: મિત્રો સાથે દારૂ પીવા બેસેલા યુવાન પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની થાણેમાં બનેલી ઘટનામાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. વર્તક નગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મલ્હારી કોકરેએ જણાવ્યું હતું કે ઘટના 11 જૂનની મધરાતે બની હતી. વીર સાવરકર નગર…
- આમચી મુંબઈ

અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બ્લાસ્ટની ધમકીથી પોલીસ અલર્ટ
મુંબઈ: બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે આવેલી અમેરિકન કોન્સ્યુલેટની ઑફિસમાં બૉમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ફોન કૉલ પછી પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. જોકે સઘન તપાસ બાદ પણ પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ લાગી નહોતી. બીકેસી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ…
- આમચી મુંબઈ

મહિલા સાથે છેતરપિંડી અને ધમકી આપવા પ્રકરણે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં રહેતી 45 વર્ષની મહિલા સાથે કથિત છેતરપિંડી કરી ધમકી આપવા પ્રકરણે સાયબર પોલીસે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ કરી હતી. નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ પીયૂષ કત્યાલ તરીકે થઈ હતી. યુટ્યૂબર પર પ્રૅન્ક વીડિયોઝ માટે…
- આમચી મુંબઈ

ભારતમાં ગેરકાયદે રહેતા મ્યાનમારના આઠ નાગરિકને બે વર્ષની જેલ
થાણે: ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા મ્યાનમારના આઠ નાગરિકને થાણે સેશન્સ કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સજા પૂરી થયા પછી તેમને વતન પાછા મોકલાવી દેવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો. એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે આદેશમાં નોંધ…









