- નેશનલ

મનરેગા સમાપ્ત થવીએ એ આપણી નૈતિક નિષ્ફળતા છે; સોનિયા ગાંધીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: તાજેતરમાં સમાપ્ત થયેલા સંસદના શિયાળુ સત્રમાં વિકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB-G RAM G) બિલ પસાર કરવામાં આવ્યું, રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ હવે કાયદો બની ગયો છે, અ સાથે જ કોંગ્રેસની આગેવાની હેઠળની…
- નેશનલ

એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જીનમાં સર્જાઈ ગંભીર ખામી! મુંબઈ જતી ફ્લાઈટ દિલ્હી પરત ફરી
નવી દિલ્હી: આજે સોમવારે દિલ્હીથી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુંબઈ માટે ટેકઓફ કર્યા બાદ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેને કારણે ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પરત ફરી હતી. અહેવાલ મુજબ વિમાનના જમણા એન્જિનમાં ઓઇલ પ્રેશર અચાનક ઘટી ગયું…
- ઇન્ટરનેશનલ

‘યુનુસ સરકારે આતંકવાદીઓને છૂટા મૂક્યા!’ બાંગ્લાદેશ હિંસા અંગે શેખ હસીનાનું નિવેદન
નવી દિલ્હી: વિદ્યાર્થી નેતાની હત્યા બાદ ગત અઠવાડિયે બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી નીકળી હતી, હજુ સમગ્ર દેશમાં તાણવભાર્યો માહોલ છે. ભારતમાં આશ્રય લઇ રહેલા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ એક ઈન્ટરવ્યુંમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર પર આકરા…
- શેર બજાર

શેરબજારમાં રોનક પરત ફરી: સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઉછાળો
મુંબઈ: ગત અઠવાડિયું નિરાશાજનક રહ્યા બાદ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં રોનક પરત ફરી છે. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ 216 પોઈન્ટના વધારા સાથે 85,145 પર ખુલ્યો. જયારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 89 પોઈન્ટના વધારા સાથે…
- ઇન્ટરનેશનલ

ગાયબ થયેલી એપસ્ટીન ફાઈલ્સ ફરી જાહેર! ટ્રમ્પ, ક્લિન્ટન, પોપ જોન પોલ-II ના ફોટો મળ્યા
ન્યુયોર્ક: ગત શુક્રવારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) એ જેફરી એપસ્ટેઇન સેક્સ રેકેટ સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરી હતી, તેના બીજા દિવસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટોગ્રાફ્સ સાથેની એક ફાઈલ સહીત કુલ 16 ફાઈલ્સ ગયાબ થઇ ગઈ હતી. જેને કારણે DoJની…
- સ્પોર્ટસ

GOAT ઈન્ડિયા ટુર માટે મેસ્સીને આટલા કરોડ રૂપિયા મળ્યા! આયોજકે કર્યા મોટા ખુલાસા…
કોલકાતા: આર્જેન્ટીનાનો ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી તાજેતરમાં ભારતના પ્રવાસ પર આવ્યો હતો, તેની GOAT ઇન્ડિયા ટુર ચર્ચાનો વિષય રહી હતી. કોલકાતા સોલ્ટ લેસ સ્ટેડિયમાં અવ્યવસ્થાને કારણે થયેલા હોબાળા બાદ GOAT ઇન્ડિયા ટુરના મુખ્ય આયોજક સતાદ્રુ દત્તા ધરપકડ કરવામાં આવી હતી,…
- સ્પોર્ટસ

પાકિસ્તાનમાં પ્લેયર ઓફ ધ મેચને ‘બકરો’ ભેટમાં મળ્યો! જુઓ વીડિયો…
કરાચી: છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાન ક્રિકેટ સતત વિવાદમાં રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) આર્થિક રીતે પાયમાલ થઇ ગયું છે અને મેનેજમેન્ટમાં પણ મતભેદો ખુલીને સામે આવ્યા છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન પણ ખાડે ગયું છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક…
- સ્પોર્ટસ

U-19 એશિયા કપ ફાઈનલ: મેદાનમાં મોહસીન નકવીની હાજરી, ફરી સર્જાઈ શકે છે ટ્રોફી વિવાદ!
દુબઈ: એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત રાઇઝિંગ સ્ટાર્સ અંડર-19 એશિયા કપ 2025ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે, ભારતીય ટીમ આ મેચ જીતવા માટે હોટ ફેવરીટ માનવા આવે છે. જો ભારતીય…
- નેશનલ

‘રેવંત રેડ્ડીને ચાપલૂસીમાં ગોલ્ડ મેડલ મળશે’, આ નિવેદન બદલ ભાજપે કરી ટીકા
હૈદરાબાદ: તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્ય સરકાર દ્વારા આયોજિત નાતાલની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં, આ દરમિયાન તેમણે આપેલું નિવેદન વિવાદનું કારણ બન્યું છે. તેમણે તેલંગાણા રાજ્યની સ્થાપનાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે જોડી હતી. ભારતીય જનતા…
- ઇન્ટરનેશનલ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસે અંધાધૂંધ ગોળીબાર, 10ના મોત
જોહાનિસબર્ગ: ગત મોડી રાત્રે દક્ષિણ આફ્રિકાનાં જોહાનિસબર્ગ શહેર પાસે આવેલી એક ટાઉનશીપમાં અજાણ્યા બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમલા પાછળનો હેતુ હજુ જાણવા મળ્યું નથી. જોહાનિસબર્ગ શહેરથી દક્ષિણપશ્ચિમમાં 40…









