- આમચી મુંબઈ

મુંબઈને મળશે નવી હાઈકોર્ટ ઈમારતઃ જાણો ક્યારે છે ભૂમિપૂજન
મુંબઈઃ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી બોમ્બે હાઈકોર્ટની ઈમારત એક લેન્ડમાર્ક છે અને સાઉથ મુંબઈની ઘણી જૂની કોલોનિયલ સ્ટાઈલ ઈમારતોમાંની એક છે, પરંતુ કોર્ટ નાની પડતી હોય અને જગ્યાનો અભાવ હોવાથી હવે નવી ઈમારત મુંબઈ સહિત મહારાષ્ટ્રને મળવાની છે. આ માટે…
- આપણું ગુજરાત

એકતા દિવસ-2025ઃ માત્ર જવાનોએ જ નહીં, સ્વદેશી શ્વાનોએ પણ દેખાડ્યા કરતબ…
ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીને નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ભવ્યાતિભવ્ય આયોજન સાથે ઉજવવામા આવી હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિવિધ રંગારંગ કાર્યક્રમો અને સાથે પરેડનું આયોજન કરવામા આવ્યું હતું. પ્રજાસત્તાક દિવસના દિવસે દિલ્હીમાં થતી પરેડ જેવી…
- ભુજ

વાહનચાલકોને રાહતઃ ભુજના કોડકી બાયપાસ માર્ગના નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી મળી
ભુજઃ ભુજ શહેરની ભાગોળે આવેલા કોડકી ગામમાંથી રાઉન્ડ ઘી ક્લોક પસાર થતાં ભારે વાહનોની અવરજવરના લીધે સ્થાનિકોને થઇ રહેલી કનડગતનો અંત લાવવા માટે નવો બાયપાસ માર્ગ બનાવવા માટે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે તાજેતરમાં ગાંધીનગર ખાતે કરેલી રજૂઆતનાં પગલે મુખ્યમંત્રી…
- ભુજ

મુંદરામાં ભાજપમાં ભંગાણઃ અગ્રણી નેતાઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ્યા
ભુજ: કચ્છના મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામના કેટલાક નારાજ નેતાઓએ ભાજપમાંથી પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાઈ જતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.આ પક્ષ પ્રવેશ કાર્યક્રમ મોટી ભુજપુર ગામ મધ્યે કચ્છ ઝોન પ્રભારી સંજય બાપટ અને કચ્છ લોકસભા ઇન્ચાર્જ…
- ગાંધીનગર

અંત્યોદય અને NFSA લાભાર્થીઓને આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ 1લી નવેમ્બરથી કરવામાં આવશે
ગાંધીનગરઃ 1લી નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનવાળાઓએ પડતર માગણીને ધ્યાનમાં રાખી હડતાળ પર જવાનું જાહેર કર્યું છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે એક અખબારી યાદી પાઠવી છે. તે અનુસાર લોકોને તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું છે.પ્રધાનમંત્રી ગરીબ…
- આમચી મુંબઈ

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા રોહિત આર્યાના કેમ્પેઈનને નરેન્દ્ર મોદીએ બિરદાવ્યું હતું
કૉંગ્રેસે રોહિત કેસ મામલે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી મુંબઈઃ શહેરના અતિ પૉશ પવઈમાં એક સ્ટૂડિયોમાં ઓડિશન માટે યુવાનીયાઓને બોલાવ્યા બાદ તેમને બંધક બનાવનારા રોહિત આર્યા વિશે એક પછી એક માહિતી બહાર આવી રહી છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો રોહિત માનસિક…
- નેશનલ

એકતા નગરની પરેડમાં નારીશક્તિનો પરચોઃ મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી
ગાંધીનગરઃ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ…
- ગાંધીનગર

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિધાનસભા ખાતે સરદારની પ્રતીમાને પુષ્પો અર્પણ કર્યા
ગાંધીનગરઃ અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિધાન સભા પરિસરમાં સરદાર સાહેબની પ્રતિમા ને અને વિધાન સભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ…
- અમદાવાદ

ગુજરાતમાં વરસાદ રોકાતો નથીઃ અમદાવાદમાં સ્વેટર પહેરવું પડે તેવી ઠંડી
અમદાવાદઃ ગુજરાતને છેલ્લા ચારેક દિવસે વરસાદે બાનમાં લીધું છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે, ત્યારે બીજી બાજુ વરસાદ રોકાવાનું નામ લેતો નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે.વિતેલા 24 કલાકની વાત કરીએ તો ભાવનગરના…
- ગાંધીનગર

જૂઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમોની સુંદર તસવીરો
ગાંધીનગરઃ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતા નગર ખાતે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન સહિત મહાનુભાવોની હાજરીમાં અહીં બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નૃત્ય સાથે સરદાર…









