ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષામાં વધારો કરાયો
ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપની તડામાર તૈયારીઓ થઇ રહી છે, એવામાં કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંતસિંગ પન્નુંએ વર્લ્ડ કપ મેચમાં વિઘ્ન પાડવાની ધમકી આપી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની મહત્ત્વની મેચો રમાવવાની હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મળતી માહિતી…
- આમચી મુંબઈ
રાકેશ શર્માની આઇએનએસના પ્રમુખ તરીકે નિમણૂક
નવી દિલ્હી: ઇન્ડિયન ન્યૂસપેપર સોસાયટી (આઇએનએસ)ની ૮૪મી વાર્ષિક સામાન્ય સભામાં ‘આજ સમાજ’ના રાકેશ શર્માની પ્રમુખ તરીકે નિમણૂક કરાઇ હતી. ‘માતૃભૂમિ’ના એમ. વી. શ્રેયાંસકુમાર નાયબ ઉપપ્રમુખ અને ‘સન્માર્ગ’ના વિવેક ગુપ્તા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અમર ઉજાલાના તન્મય મહેશ્ર્વરી માનદ્ ખજાનચી બન્યા…
૨૦૨૨માં ૨૫ ટકા મૃત્યુ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશરથી
૧૩ લાખ નાગરિકની ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની તપાસણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના નાગરિકોમાં હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર તથા હૃદયને લગતી અન્ય બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આપેલા આંકડા મુજબ ૨૦૨૨ની સાલમાં ૨૫ ટકા મૃત્યુ હૃદયરોગ,…
- આમચી મુંબઈ
છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘ નખ’ મહારાષ્ટ્રમાં ફકત ત્રણ વર્ષ માટે
મુંબઈ: સાંસ્કૃતિક બાબતોના વિભાગે આ અઠવાડિયે જારી કરેલા જીઆરમાં જણાવ્યું હતું કે અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજે વાપરેલા વાઘ નખ મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવશે. વાઘ નખ ત્રણ વર્ષ માટે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી લોન પર આપવામાં આવશે. સરકારે…
અનામત આપતી વખતે ઓબીસી-મરાઠા સંઘર્ષ ન સર્જાય તેનું ધ્યાન રખાશે: ફડણવીસ
ચંદ્રપુર: નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અનામત આપતી વખતે અન્ય પછાત વર્ગો અને મરાઠા સમુદાય વચ્ચે સંઘર્ષ પેદા કરે તેવું પગલું નહીં લે. ચંદ્રપુરમાં અનામત માટે મરાઠાઓને ઓબીસી સેગમેન્ટમાં સામેલ ન કરવાની માગ સાથે…
ગિરગામ ચોપાટી પર વિસર્જન વખતે ગુમ થયેલાં ૨૨ બાળકને પોલીસે શોધી કાઢ્યાં
મુંબઈ: અનંત ચતુર્દશીએ મુંબઈમાં ગણેશ વિસર્જન વખતે લાખો લોકો રસ્તા પર ઊતરી આવતા હોઇ આ ધામધૂમ વચ્ચે ગિરગામ ચોપાટી પર ૨૨ જેટલા બાળક ગુમ થયા હતા અને પોલીસે વિશેષ જહેમત લઇને તેમને શોધી કાઢ્યા હતા. આ બાળકોને બાદમાં તેમનાં માતા-પિતાને…
- આમચી મુંબઈ
‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત દાંડિયા અને ગરબા વર્કશોપ
‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત દાંડિયા અને ગરબા વર્કશોપને અદ્ભુત, અવિસ્મરણીય અને ઉત્સ્ફુર્ત પ્રતિસાદ સાંપડ્યો હતો. બાળકોથી લઇને વૃદ્ધોએ તમામ સેન્ટરોમાં ગરબા વર્કશોપનો લાભ લીધો હતો. કાંદિવલી સેન્ટરમાં કમલા વૈદ્ય (૭૮)એ આવી વર્કશોપ યોજવા માટે ‘મુંબઈ સમાચાર’નો આભાર માન્યો હતો. વધુ…
મુંબઈગરાની વર્ષભરની પાણીકાપની ચિંતા ટળી
જળાશયોમાં ૯૯.૨૩ ટકા પાણીનો જથ્થો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના માથા પરથી પાણીકાપનું સંકટ ટળી ગયું છે. મુંબઈને પાણી પૂરું પાડનારા સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ૯૯.૨૩ ટકા પર પહોંચી ગયો છે. આ પાણી મુંબઈને આગામી ૩૭૩ દિવસ ચાલે એટલું જમા થઈ…
ગિરગામમાં ૧૪ માળની બિલ્ડિંગમાં આગ
પાંચ બાળક સહિત ૨૭ જણનો બચાવ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી બહુમાળીય ઈમારતમાં આગ લાગવાનું સત્ર ચાલુ જ છે. શનિવારે બપોરના ગિરગાંમમાં આવેલી એક ૧૪ માળની ઈમારતના ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી હતી. આ ભીષણ આગમાં બિલ્િંડગમાંથી પાંચ…
મુંબઈમાં ડીઆરઆઇની કસ્ટડીમાંથી ભાગેલો આરોપી અમદાવાદમાં ઝડપાયો
મુંબઈ: સોનાની દાણચોરીમાં સંડોવાયેલા અને મુંબઈમાં ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ની કસ્ટડીમાંથી ભાગી છૂટેલા ૨૭ વર્ષના મેહુલ અશોકકુમાર જૈનને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદનો રહેવાસી મેહુલ સોનાની દાણચોરીના કેસમાં વોન્ટેડ હતો અને તેની સામે લૂકઆઉટ…