- આમચી મુંબઈ
દાદરના સ્વિમિંગ પૂલમાં પહેલા સાપ, અજગર ને હવે મગર
નજીકના પ્રાણી સંગ્રહાલયમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો છાપો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદરના શિવાજી પાર્કમાં મુંબઈમહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં મંગળવારે વહેલી સવારના બે ફૂટ લાંબુ મગરનું બચ્ચું મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. નિષ્ણાતની મદદથી બચ્ચાને પકડીને વનવિભાગ ખાતાને તે સોંપવામાં આવ્યો હતો.…
મલબાર હિલ જળાશયના તબક્કાવાર બાંધકામથી ગળતરની શક્યતા
લીકેજથી ભૂસ્ખલન કે પૂરની પણ ભીતિ : નિષ્ણાતો અમારા પ્રતિનિધિ તરફથી મુંબઈ: 140 વર્ષ જૂના મલબાર હિલ સ્થિત જળાશયનું પુન: બાંધકામ તબક્કાવાર કરવાને બદલે એક ઝાટકે પૂરું કરવું જોઈએ જેથી અંકુશમાં ન લઇ શકાય એવા ગળતર અને એને પગલે સર્જાઈ…
નાશિક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ
શરૂઆતમાં ડુંગળીના ભાવ 1000 થી 2,541 પ્રતિ ક્વિન્ટલે ભાવ બોલાયા નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની લગભગ તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓ એટલે કે માર્કેટ યાર્ડમાં ડુંગળી પર નિકાસ ડ્યુટીમાં વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા ડુંગળીની હરાજી સ્થગિત કરી દવામાં આવી હતી. જે…
મુંબઈને મળશે વધારાની 1000 મેગાવોટ વીજળી
મુંબઈ: અદાણી એનર્જી સોલ્યુશન્સે 400 કેવી(કિલો વોટ) નેશનલ ગ્રિડ ઈંટિગ્રેટેડ લાઈન એટલે કે ખારઘર-વિક્રોલી ટ્રાંસમિશન લાઈન (કેવીટીએલ) શરૂ કરી દીધી છે. આને કારણે મુંબઈ શહેરને 1000 મેગા વોટ વધારાની વીજળી મળી શકશે અને આ નવી લાઈન શહેરની વધતી જતી વીજળીની…
દિવાળી માટે `આનંદા ચા શીધા’: મેંદો અને પૌઆનો પણ ઉમેરો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના અધ્યક્ષપદ હેઠળ રાજ્યના પ્રધાન મંડળની બેઠક મુંબઈમાં પાર પડી જેમાં રાજ્યના નાગરિકોને દિવાળી નિમિત્તે 100 રૂપિયામાં આનંદ આપે એવું રાશન આપવામાં આવશે. આ વર્ષે સીધું સામાનમાં મેંદો અને પૌઆનો સમાવેશ કરવામાં આવશે. દિવાળી નિમિત્તે…
213માંથી 125 જોખમી બિલ્ડિંગોમાં રહેવાસીઓ અધ્ધર શ્વાસે જીવે છે
મુંબઈ: દર વર્ષે મોન્સૂનમાં જોખમી અને જર્જરિત થયેલી બિલ્ડિંગોનો પ્રશ્ન આજે પણ એરણ પર છે. આને કારણે મોન્સૂન પહેલાં આવી બિલ્ડિંગોની યાદી જાહેર કરીને રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થવાની અપીલ કરવામાં આવતી હોય છે. છેલ્લાં બે વર્ષમાં જાહેર કરવામાં આવેલી…
શહેરમાં ઠેર ઠેર લાગેલા ગેરકાયદે પોસ્ટર, હૉર્ડિંગ્સ હટાવવાની ઝુંબેશ ફરી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને કદરૂપુ બનાવતા ગેરકાયદે હૉર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો સામે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે આંખ લાલ કરી છે અને કોઈની પણ શેહ-શરમ નહીં રાખતા તમામ ગેરકાયદે હૉર્ડિંગ્સ અને બેનરોને તાબડતોબ હટાવી લેવાનો આદેશ આપ્યો છે.…
ભાજપ બાદ શિંદેની શિવસેના માટે બીએમસી મુખ્યાલયના દરવાજા ખૂલ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ઉપનગરના પાલક પ્રધાનને મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં ઑફિસ આપ્યા બાદ હવે શહેરના પાલકપ્રધાન દીપક કેસરકરને પણ પાલિકા મુખ્યાલયમાં ઑફિસ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. તેથી હવે ભાજપના ભૂતપૂર્વ નગરસેવકો બાદ એકનાથ શિંદની શિવસેનામાં સાથે રહેલા ભૂતપૂર્વ નગરસેવકો…
પહેલા છ મહિનામાં એનટીપીસીના કોલસાના ઉત્પાદનમાં 83 ટકાનો વધારો
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ માસિકગાળામાં અર્થાત્ ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના કોલસાના ઉત્પાદનમાં વર્ષાનુવર્ષ ધોરણે 83 ટકાની વૃદ્ધિ થઈ છે. નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિનામાં એનટીપીસીએ કોલસાના ઉત્પાદનમાં આકર્ષક વૃદ્ધિ દાખવી છે…
સરકાર વિદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવાની માગણી
મુંબઇ: નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની બે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર વિદ્ધ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ, તેમ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું. સરકારની ઉદાસીનતાના કારણે તમામ મોત થયા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો. અધિકારીઓના…