મહારેરા ક્રમાંક, ક્યુઆર કોડ નિયમોનું ઉલ્લંઘન
૩૭૦ પ્રોજેક્ટ સામે કાર્યવાહી: ૩૩ લાખનો દંડ, ૨૨ લાખ વસૂલાયા મુંબઈ: રેરા કાયદા અનુસાર કોઈપણ ગૃહ પ્રકલ્પ (હાઉસિંગ પ્રોજેક્ટ)ની જાહેરખબર તેમજ ફ્લેટના વેચાણ માટે મહારેરા નોંધણી ક્રમાંક અને ક્યુઆર કોડ ફરજીયાત છે. એવું હોવા છતાં આ નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરખબર…
મૂકેશ અંબાણીને ધમકીભર્યો ઇમેઇલ મોકલનારો ગુજરાત પોલીસના કોન્સ્ટેબલનો પુત્ર
પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાનના નામે ધમકી આપી મુંબઈ: ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને ખંડણી માટે મારી નાખવાની ધમકી આપવા બદલ પકડાયેલો રાજવીર ખાંત ગુજરાત પોલીસના કોન્સ્ટેબલનો પુત્ર હોઇ તેણે પાકિસ્તાનના ક્રિકેટર શાદાબ ખાનને નામે આઇડી બનાવીને ધમકીભર્યો ઇમેઇલ પાઠવ્યો હતો. ક્રાઇમ ઇન્ટેલિજન્સ…
કર્જતમાં પુલ પરથી ઈનોવા કાર ગૂડ્સ ટ્રેન પર પડી, ત્રણનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રેલવેની હદમાં અકસ્માતોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, પરંતુ આજે મુંબઈ નજીકના કર્જત ખાતે રેલવેની હદમાં ખતરનાક અકસ્માત સર્જાયો હતો. મધ્ય રેલવેમાં કર્જત નજીક ઈનોવા કાર પુલ પરથી નીચે ગુડ્સ ટ્રેન પર પડી હતી, જેમાં ત્રણ લોકોનાં…
મુંબઈનું પ્રદૂષણ અટકાવો અન્યથા પ્રોજેક્ટો જ અટકાવી દેવાશે: હાઈ કોર્ટ
મુંબઈ: મુંબઈ શહેરની હવાની ગુણવત્તા છેલ્લા ચાર દિવસથી કથળી ગઈ છે. મુંબઈની હવા પ્રદૂષિત થઈ હોવાથી સામેનું કંઈ દેખાતું પણ નથી. એને કારણે નાગરિકોના આરોગ્ય પર માઠી અસર પડે છે. મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને મામલે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ…
લાખોની ઉચાપત: કૅશ મૅનેજમેન્ટ કંપનીના કર્મચારી વિરુદ્ધ ગુનો
થાણે: નવી મુંબઈમાં ત્રણ લાખ રૂપિયાની કથિત ઉચાપત કરવા પ્રકરણે પોલીસે કૅશ મૅનેજમેન્ટ કંપનીના કર્મચારી સામે એફઆઈઆર નોંધ્યો હતો. ખારઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને બૅન્કના એટીએમમાં રોકડ જમા કરવી, તેનો રેકોર્ડ્સ રાખવો અને કૅશ વેન્ડિંગ મશીનના ટેક્નિકલ…
પ્રદૂષણ વધતા સોના-ચાંદીની ભઠ્ઠીઓ પર લટકતી તલવાર, પાલિકા કરશે કાર્યવાહી
મુંબઈ: મુંબઈમાં વધતાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ ઉપાયયોજના હાથ ધરવામાં આવી રહી છે અને તેમ છતાં મુંબઈમાં હવાની ગુણવત્તા દિવસે દિવસે કથળી રહી છે. આ જ અનુસંધાનમાં અનેક જગ્યાએ ચાલી રહેલાં બાંધકામ પર પણ પ્રતિબંધ મૂકવામાં…
શિપ મેનેજમેન્ટ કંપનીના એમડી પાસેથી ₹ ૧.૯૭ કરોડ વસૂલ્યા:
મુંબઈ: યુનાઇટેડ સ્ટેટ્સના પ્રદેશમાં જહાજ દ્વારા બિન-ઉપચારિત ગંદુ પાણી છોડવાનો વીડિયો મોકલીને તે વિશે દેશના કોસ્ટ ગાર્ડને જાણ કરવાની ધમકી આપી શિપ મેનેજમેન્ટ કંપનીના એમડી (મેનેજિંગ ડિરેક્ટર) પાસેથી ૧.૯૭ કરોડ રૂપિયાની ખંડણી વસૂલવા પ્રકરણે મરીન ડ્રાઇવ પોલીસે કંપનીના ભૂતપૂર્વ એન્જિનિયર…
કોસ્ટલ રોડ માટે દક્ષિણ મુંબઈના આ રસ્તા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય
મુંબઈ: દક્ષિણ મુંબઈના સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ કોસ્ટર રોડનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે હજુ અમુક વર્ષો સુધી મુંબઈગરાને તકલીફ પડવાની શક્યતા રહેશે. આ મુદ્દે કોસ્ટલ રોડ પેકેજ-૨ના કામ માટે, વર્લી સી ફેસ પરનો રસ્તો ચાર નવેમ્બર, ૨૦૨૩થી…
દિવાળીના પગલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આક્રમક
ભેળસેળયુક્ત દૂધ, માવો, સનફ્લાવર તેલ અને પામતેલ જપ્ત મુંબઈ: તહેવારોની સિઝનમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ થવાની સંભાવના વધુ રહે છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેથી કરીને ગુણવત્તાસભર ખાદ્યપદાર્થો સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થાય. પશ્ર્ચિમી…
મહાનગરપાલિકાના પાર્કિંગમાં ભયંકર આગ
૧૬ ફોર વ્હિલર અને બે ટુ વ્હિલર બળીને ખાખ મુંબઈ: દાદરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોહિનૂર પાર્કિંગમાં લાગેલી આગમાં ૧૬ ફોર-વ્હીલર અને બે ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડે મધરાતે ૨.૩૦ વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી. જોકે આ આગમાં…