અમિત શાહે ઓર્ગેનિક ખાંડ, દાળ, ચોખા લૉન્ચ કર્યા
નવી દિલ્હી: સહકાર ખાતાના પ્રધાન અમિત શાહે નવી જ રચાયેલી નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિ. (એનસીઓએલ)ની ‘ભારત ઓર્ગેનિક્સ’ બ્રાન્ડ બુધવારે લૉન્ચ કરી હતી.આ બ્રાન્ડ ભારત અને વિદેશમાં સૌથી વિશ્ર્વસનીય બ્રાન્ડ તરીકે આ ઊભરી આવશે, એમ તેમણે કહ્યું હતું. તુવેર દાળ, ચણા…
વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ- ભારત ચીનથી આગળ
નવી દિલ્હી: વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ-એશિયામાં ભારતે રેન્કિંગ યુનિવર્સિટીઓની સંખ્યામાં ચીનને પાછળ છોડી દીધું છે. બુધવારે જાહેર કરાયેલ રેન્કિંગ અનુસાર, ભારત હવે “સૌથી વધુ રજૂ થતી ઉચ્ચ શિક્ષણ પ્રણાલી છે, જેમાં ૧૪૮ વૈશિષ્ટિકૃત યુનિવર્સિટીઓ છે, જે ગયા વર્ષ કરતાં ૩૭ વધુ…
માજી સાંસદ લાલસિંહની ધરપકડ
જમ્મુ: અહીંની ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટી (ડીએસએસપી)ના વડા ચૌધરી લાલસિંહની મંગળવારે સાંજે મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે (ઈડીએ) ધરપકડ કરી હતી. અહીંની સ્થાનિક કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી તે પછી ઈડીએ લાલસિંહની ધરપકડ કરી હતી. લાલસિંહ…
- નેશનલ
રાષ્ટ્રપતિએ બદરીનાથમાં દર્શન-પૂજા કરી
પૂજા-દર્શન: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઉત્તરાખંડના ગવર્નર લે. જનરલ ગુરમિતસિંહ, મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને અન્યો સાથે ચમોલી જિલ્લાસ્થિત બદરીનાથ મંદિરમાં પૂજા-દર્શન કર્યા હતા. (એજન્સી) ગોપેશ્ર્વર (ઉત્તરાખંડ): રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે બદરીનાથના દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી. ઉત્તરાખંડના ગવર્નર…
- નેશનલ
ચૂંટણીપ્રચાર:
મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી અગાઉ એક જાહેરસભા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા. (એજન્સી)
- નેશનલ
ભારત ઓર્ગેનિક્સ:
દિલ્હીમાં બુધવારે નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિ. (એનસીઓએલ) દ્વારા કોઓપરેટિવ સોસાયટી મારફતે ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રમોટ કરવા યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન ‘ભારત ઓર્ગેનિક્સ’ને લૉન્ચ કરી રહેલા કેન્દ્રના ગૃહ તેમ જ સહકાર ખાતાના પ્રધાન અમિત શાહ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન બી. એલ. વર્મા.…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકોડાયના નેણબાઇ વિશનજી ગાલા (ઉં.વ. ૮૭) તા. ૭/૧૧ના અવસાન પામેલ છે. માતુશ્રી વેલબાઈ મોરારજીના પુત્રવધૂ. બિદડાના પુરબાઈ વેલજીના દીકરી. વિશનજીના પત્ની. ચંદન, પ્રફુલ્લા, સરલા, સુરેશ, હિતેનના માતુશ્રી. તલવાણાના મુરીબાઈ ખીમજીના બહેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિતેન ગાલા,…
ગુજરાતમાં દિવાળી અને લગ્નની સિઝન શરૂ: બજારોમાં ઊભરાય છે માનવમહેરામણ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં દિવાળી અને લગ્નની સિઝન શરૂ થવાની સાથે જ શહેરના બજારોમાં ખરીદી કરવા માનવ મહેરામણ ઊભરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે ત્યારે રાજ્યમાં લોકો છેલ્લી ઘડીએ શોપિંગ કરવામાં વ્યસ્ત હોવાનું અને…
વાપીની જીઆઇડીસી ફેક્ટરીમાંથી ₹ ૧૮૦ કરોડનું એમડી પકડાયાના કેસમાં ત્રણની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)વાપી: ડીઆરઆઇના અધિકારીઓએ વલસાડ જિલ્લાના વાપી સ્થિત એક ફેક્ટરીમાંથી ૧૮૦ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડા પાડતા ડીઆરઆઇએ ૧૨૧.૭૫ કિલો પ્રવાહી સ્વરૂપનું મેફેડ્રોન કબજે કર્યું હતું. કંપનીના…
રખડતાં ઢોર મામલે હાઈ કોર્ટમાં પોલીસ કમિશનરને આજે એફિડેવિટ રજૂ કરવા આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રખડતાં ઢોર મામલે બુધવારે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈ કોર્ટ દ્વારા સરકારને પૂછવામાં આવ્યું હતું કે, કાયદો વ્યવસ્થા જાળવવાની કામગીરી દરમિયાન અધિકારીઓ પર હુમલાની બે ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસ દ્વારા…