- આમચી મુંબઈ
ભાયખલામાં દુકાનમાં ભીષણ આગ: પાંચનો બચાવ
(અમય ખરાડે)(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલા (પશ્ર્ચિમ)માં સાકળી ગલીમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની દુકાનમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ દુકાનમાં રહેલા બે એલપીજી કુકિંગ ગૅસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું…
થાણેમાં હાઉસિંગ સોસાયટીના પાર્કિંગમાં લાગેલી આગમાં ૧૬ વાહનો બળીને ખાખ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં મંગળવારે નવા વર્ષના દિવસે એક હાઉસિંગ કૉમ્પ્લેક્સના પાર્કિંગ એરિયામાં મોડી રાતે લાગેલી આગમાં ૧૩ ટુ વ્હીલર અને ત્રણ ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હોવાનો બનાવ બન્યો હતો. સદ્નસીબે કોઈ જાનહાનિ કે જખમી થયું નહોતું. થાણે…
- આમચી મુંબઈ
શ્રી હરિદાસજી મહારાજની પદયાત્રા પહોંચી ઐરોલી
ગુરુવર શ્રી હરિદાસજી મહારાજની પદયાત્રાનો ૧૨૭મો દિવસ હતો. આ પદયાત્રા હરિદ્વારથી શરૂ થઈ છે અને ક્ધયાકુમારી ખાતે સમાપ્ત થશે.આજે માનપાડા થાણેથી સવારે ૩.૪૫ કલાકે શરૂ થઈને સવારે ૯.૩૦ કલાકે ઐરોલી વાશી પહોંચી હતી. પદયાત્રામાં મારી સાથે ૧૫૦૦ થી ૨૦૦૦ ભક્તો…
- નેશનલ
ભારત ફાઈનલમાં: ચાલો અમદાવાદ
સદી અને વિક્રમ: મુંબઈમાં બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની ક્રિકેટ વર્લ્ડ કપની સૅમિફાઈનલમાં સદી કરનારા વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર. મુંબઈ: અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે બુધવારે રમાયેલી સૅમિ-ફાઇનલમાં ભારત ન્યૂ ઝીલેન્ડને ૭૦ રને હરાવીને અમદાવાદમાં રવિવારે રમાનારી ફાઇનલમાં પ્રવેશ્યું હતું. મહંમદ…
વિરાટ કોહલીએ અનેક વિક્રમ તોડ્યા
મુંબઇ: વિરાટ કોહલીએ બુધવારે અનેક વિક્રમ તોડ્યા હતા. બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેચમાં તેણે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. વિરાટ કોહલી હવે વનડેમાં ત્રીજો સૌથી વધુ રન કરનાર ખેલાડી…
‘સેબી’ પાસેના ₹ ૨૫,૦૦૦ કરોડનું શું થશે?
નવી દિલ્હી: સહારા જૂથના વડા સુબ્રતો રોયના નિધનને પગલે બજાર નિયામક ‘સેબી’ના ખાતામાં પડી રહેલા રૂ. ૨૫,૦૦૦ કરોડના ભંડોળનો મુદ્દો ફરી કેન્દ્રસ્થાને આવી ગયો છે.લાંબી માંદગી બાદ રોયનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું હતું. બનાવટી સ્કીમ મારફતે નિયામકો સાથે છેતરપિંડી…
કેદારનાથ, ગંગોત્રીના મંદિર બંધ કરાયા
રૂદ્રપ્રયાગ: હિમાલયની પર્વતમાળામાં આવેલા કેદારનાથ અને ગંગોત્રીના મંદિર શિયાળાની મોસમ માટે ભાઈબીજના તહેવારના દિવસે એટલે કે બુધવારે બંધ કરવામાં આવ્યા હતા. પરંપરાગત રીતરિવાજ અને પ્રાર્થનાઓ વચ્ચે ભગવાન શંકરને સમર્પિત આ મંદિરના દરવાજા બુધવારે સવારે સાડાઆઠ વાગે બંધ કરવામાં આવ્યા હતા.…
- નેશનલ
શૅરબજાર, સોનાચાંદીમાં ધૂમ તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શૅરબજાર અને બુલિયન બજારમાં ભારતીય બેટ્સમેનની ધૂંઆંધાર બેટિંગ જેવી જ તેજીનો માહોલ રહ્યો હતો. અમેરિકાના ફુગાવાના સાનુકૂળ ડેટા પાછળ વૈશ્ર્વિક બજારોમાં તેજી વચ્ચે બુધવારના સત્રમાં ફરી ઇક્વિટી બેન્ચમાર્ક ઊછળ્યા હતા. સેન્સેક્સ ૭૪૨ પોઈન્ટ ઊછળ્યો હતો અને નિફ્ટી…
જમ્મુની બસ દુર્ઘટનામાં ૩૭નાં મોત
ડોડા: જમ્મુના ડોડાથી અત્યંત દુખદ સમાચાર આવ્યા છે. અહીં રોડ અકસ્માતમાં ૩૭ જણના જીવ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ડોડામાં એક બસ બેકાબૂ થઈને લગભગ ૩૦૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં ૩૭ લોકોના ઘટનાસ્થળે જ મોત…
પંજાબમાં ટ્રેન રદ થતા મુસાફરો વિફર્યા
પંજાબ: પંજાબમાં છઠ પૂજા પહેલા સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં મુસાફરોમાં રોષ દેખાયો તેમણે ટ્રેન પર પથ્થરમારો પણ કર્યો હોવાના અહેવાલો છે. છઠ્ઠપૂજા પહેલા સમયસર ઘરે પહોંચી શકાય તે માટે આ ટ્રેનમાં મોંઘી ટિકિટો ખરીદી હોવા છતાં મંગળવારની ટ્રેન રદ થતા…