પર્સનલ લોનમાં રિસ્ક વેઇટેજનો વધારો ભારે પડ્યો: બંને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં, જોકે અંડરટોન મજબૂત
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિઝર્વ બેન્કે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડને લગતા ધારાધોરણોમાં કરેલા ફેરફારનો બોજ બજારને ભારે લાગ્યો હતો અને સેન્ટિમેન્ટ ખરડાતા, બે દિવસની તેજીને બ્રેક મારીને બંને મુખ્ય બેન્ચમાર્ક સપ્તાહના અંતિમ દિવસે નેગેટીવ ઝોનમાં સરી પડ્યા હતા. ભારતીય રિઝર્વ…
- વેપાર
સોનાએ ફરી ₹ ૬૧,૦૦૦ની સપાટી હાંસલ કરી: હાજર ચાંદીએ ₹ ૭૩,૭૦૦ની સપાટી વટાવી
મુંબઇ: વિશ્ર્વબજારના સંકેત અને સ્થાનિક સ્તરે લેવાલીનો ટેકો મળી રહેવાને કારણે શુક્રવારના સત્રમાં ઝવેરી બજારમાં ફિરી તેજીનું વલણ જોવા મળ્યું હતું. બંને કિમતી ધાતુના ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. સોનામાં દસ ગ્રામે રૂ. ૬૬૨થી રૂ. ૬૬૫નો ઉછાળો જોવા મળ્યો હતો…
એફઆઇઆઇએ ₹ ૭૫,૦૦૦ કરોડના શેર વેચ્યા
મુંબઈ: પાછલા કેટલાક સત્રથી શેરબજારમાં એફઆઇઆઇની વેચવાલી ધીમી પડી છે અને અમેરિકાના બોન્ડની યિલ્ડના ઘટાડા સહિતના અમુક પરિબળને કારણે એફઆઇઆઇએ ધીમી ગતિએ ફરી લેવાલી પણ શરૂ કરી છે. જોકે, વિદેશી ફંડોએ પાછલા દિવસોમાં ભારતીય બજારમાં ધૂમ વેચવાલી કરી છે એ…
રિઝર્વ બેન્ક દ્વારા લોન રિકવરીના કાયદામાં નવા ફેેરફાર લેણદારો માટે રાહત સમાન
મુંબઇ: લોનની વસૂલી માટે કોઈપણ સમય પર આવતા એજન્ટના કોલને રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક કડક નિયમ લાવી રહી છે. આરબીઆઇના પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ ગ્રાહક લોનના હપ્તા નથી ભરતા, તો લોનની રિકવરી માટે તેમને તેને સવારે આઠ વાગ્યાથી…
વિશ્ર્વકપ ફાઈનલ જોવા અમદાવાદ પહોંચશે ક્રિકેટ રસિકો: મેટ્રો રાત્રે ૧ વાગ્યા સુધી દોડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્ર્વ કપની ફાઈનલ મેચને લઇને ગજબનો ક્રેઝ જોવા મળે છે ત્યારે મોટાભાગની હોટલોમાં રૂમો બુક થઇ ગઇ છે, હોમ સ્ટે માટે પણ પડાપડી થઇ રહી છે અને યેનકેન પ્રકારેણ મેચ જોવા ટિકીટ મેળવી અમદાવાદ પહોંચવા ક્રિકેટ રસીયાઓ…
વડોદરામાં મૃતક પરિણીત પુત્રીને ન્યાય અપાવવા પિતાનો ૩ વર્ષનો રઝળપાટ: છેવટે ગુનો નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડોદરાના કરજણ તાલુકાના વલણ ગામમાં આજથી ત્રણ વર્ષ પહેલા એક પરિણીતાએ લગ્ન જીવનના છ માસમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પુત્રીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ૧૦૪૬ દિવસ રઝળપાટ કર્યા બાદ આખરે પિતાને ન્યાય મળ્યો…
સાયન્સ સીટી, પ્રાદેશિક અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રોના ત્રિવેણી સંગમ થકી વિજ્ઞાનમાં ગુજરાતની હરણફાળ
એક વર્ષમાં ૧૧ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી રિજિયોનલ સાયન્સ સેન્ટરોની મુલાકાત (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના પ્રચાર માટે અને વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશથી વિજ્ઞાન…
દિવાળીમાં ૨.૪૧ લાખ લોકો કાંકરિયાની મુલાકાતે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દિવાળી પર્વ દરમિયાન ૨.૪૧ લાખ મુલાકાતીઓ કાંકરિયા આવ્યા હતા અને તેમણે બાલવાટિકા, પ્રાણીસંગ્રહાલય, કિડ્સ સિટી, માછલીઘર વગેરે જેવા વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. પ્રાપ્ત વિગતો મુજબ દિવાળીના તહેવારોની રજામાં સ્થાનિક તેમ જ અમદાવાદ બહારથી આવતા લોકો માટે…
અમદાવાદ એરપોર્ટ પર વીવીઆઇપીના જેટ એરક્રાફ્ટ માટે ૧૫ પાર્કિંગ સ્ટેન્ડ
એરપોર્ટ નજીક પણ ઊભી કરાશે પાર્કિંગ સુવિધા (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વિશ્ર્વકપની ફાઇનલ મેચ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રવિવારે રમાવાની છે ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પણ ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. જેથી મેચ નિહાળવા આવી રહેલા…
ગાંધીનગર નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં પાંચનાં મોત: એક ઘાયલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરનાં પેથાપુર ચાર રસ્તાથી રાંધેજા ચોકડી તરફ જતાં હાઇવે પર અકસ્માતમાં પાંચ પિતરાઈ ભાઈનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ…