વેપાર અને વાણિજ્ય

રિઝર્વ બેન્ક દ્વારા લોન રિકવરીના કાયદામાં નવા ફેેરફાર લેણદારો માટે રાહત સમાન

મુંબઇ: લોનની વસૂલી માટે કોઈપણ સમય પર આવતા એજન્ટના કોલને રોકવા માટે ભારતીય રિઝર્વ બેન્ક કડક નિયમ લાવી રહી છે. આરબીઆઇના પ્રસ્તાવિત નિયમ મુજબ જો કોઈ ગ્રાહક લોનના હપ્તા નથી ભરતા, તો લોનની રિકવરી માટે તેમને તેને સવારે આઠ વાગ્યાથી વહેલા અને સાંજે સાત વાગ્યા બાદ ફોન કોલ કરી શકાશે નહી.

આઉટસોર્સિંગથી નાણાકીય સંસ્થાઓની જવાબદારી ઓછી થતી નથી. અંગ્રેજી આર્થિક અખબારના એક રિપોર્ટ પ્રમાણે આરબીઆઇએ કહ્યું છે કે નાણાકીય સંસ્થા દ્વારા આઉટસોર્સિંગ કર્યા બાદ પણ તેની જવાબદારી પૂરી થતી નથી. તે પણ ગ્રાહકો પ્રત્યે સમાન રીતે જવાબદાર છે.

આ સાથે આ ડ્રાફ્ટમાં આરબીઆઇએ ડાયરેક્ટ સેલ્સ એજન્ટ્સ, ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ્સ અને રિકવરી એજન્ટ્સ માટે નિયમો બનાવવાની વાત કરી છે. આ નિયમ પબ્લિક, પ્રાઇવેટ અને એનબીએફસી ત્રણેયને લાગુ પડવો જોઈએ.

ગ્રાહકોના અધિકારને સુનિશ્ર્ચિત કરવા માટે આરબીઆઇએ નાણાકીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો છે કે રિકવરી એજન્ટ રિકવરી સમયે ગ્રાહકોને ધમકી ન આપે તેમજ જુલમનો સહારો ન લે.
આ ઉપરાંત રિકવરી સમયે કોલ કે મેસેજમાં ગ્રાહક સાથે ક્યારે અને કેવી રીતે વાત કરવી તે બાબતે પણ તાલીમ આપવી જોઈએ. આ ઉપરાંત ગ્રાહકનું અપમાન પણ ન કરવામાં આવે અને તેમની પ્રાઈવસીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button