મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન ૨૫ ડિસેમ્બરે?
મુંબઈ: મુંબઈ-નવી મુંબઈ વચ્ચેનું અંતર ૨૦ થી ૨૨ મિનિટમાં પાર કરવા માટે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) ૨૫ ડિસેમ્બરે મુંબઈ પોરબંદર પ્રોજેક્ટ (શિવડી-ન્હાવશેવા સી બ્રિજ) નું ઉદ્ઘાટન કરશે, એવી જાહેરાત ભાજપે સોમવારે ટ્વિટર દ્વારા કરી હતી, પરંતુ આ દરિયાઈ…
ફક્ત ૪ દિવસ દુકાનો પર મરાઠી પાટિયાં
મુંબઈ: મહાવિકાસ આઘાડીના કાર્યકાળમાં મુંબઈની દુકાનો પર મરાઠીમાં પાટિયાં લગાવવા સંદર્ભે કાયદો કરવામાં આવ્યો હતો. આ કાયદાને વેપારીઓએ હાઈ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપી નહોતી અને ૨૫ નવેમ્બર સુધીમાં દુકાનો પરનાં પાટિયાં…
ગોખલે પુલને ખુલ્લો મૂકવા સ્થાનિકોનો મુખ્ય પ્રધાનને પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજ તોડી પાડ્યા બાદ છેલ્લા એક વર્ષથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમાં હવે સુધરાઈએ પુલની એક તરફની લેન ખુલ્લી મુકવાની મુદત ફરી લંબાવીને ૧૫ ફેબ્રુઆરી,…
પ્રદૂષણ અને ધૂળ મુક્ત મુંબઈ માટે ૧૦૦૦ ટેન્કર ભાડે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ શહેરને પ્રદૂષણ અને ધૂળ મુક્ત કરવા માટે આગામી દિવસોમાં એક હજાર ટેન્કર ભાડા પર લેવામાં આવવાના છે. આ ટેન્કરોની મદદથી સંપૂર્ણ મુંબઈના રસ્તા, ફૂટપાથ અને ચોક વગેરે એકાંતરે ધોવામાં આવશે. તેમ જ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે…
વિઠોબાની સત્તાવાર પૂજામાં અડચણો ઊભી કરશો નહીં: શિંદેની અપીલ
મુંબઈ: કાર્તિકી એકાદશીના પંઢરપૂરમાં વિઠોબાની પૂજા કરવાનો લ્હાવો રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનને મળે છે. મહારાષ્ટ્રમાં એ પૂજાનો વિરોધ કે અવરોધ કરવાની કોઈ સંસ્કૃતિ નથી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અપીલ કરી છે કે આ પરંપરાને ખલેલ પહોંચાડવાનો કોઈ પ્રયાસ ન થવો…
મ્હાડાના ૧૨,૦૦૦ ઘરો હજુ વેચાયા નથી: ખાનગી સંસ્થાઓની મદદ લેવાઇ
મુંબઈ: રાજ્યભરમાં મ્હાડાના ત્રણ હજાર કરોડથી વધુની કિંમતના ૧૨,૩૩૦ મકાનો વેચાયા નથી. આ મકાનોને કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાથી, મ્હાડાએ તેમના વેચાણ માટે ખાનગી સંસ્થાઓની મદદ લીધી છે.મુંબઈ, કોંકણ અને પુણેમાં મ્હાડાના મકાનોની માંગ વધુ છે, પરંતુ છેલ્લા કેટલાક…
રેડિયો ક્લબ પ્રવાસી બંદરના ખર્ચમાં વધારો થયો: ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થવાની શક્યતા
મુંબઈ: ગેટ વે ઓફ ઈન્ડિયાથી પેસેન્જર ટ્રાન્સપોર્ટની ભીડ ઓછી કરવા માટે રેડિયો ક્લબ અને એપોલો બંદર ખાતે નવું પેસેન્જર બંદર બાંધવાનો નિર્ણય મહારાષ્ટ્ર મરીન બોર્ડે લીધો છે. સમુદ્રમાં બંધાનારા બંદરમાં પ્રવાસી બોટ લાંગરવા માટેની જગ્યા બનાવવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના…
મુખ્ય પ્રધાને હુતાત્મા ચોક ખાતે શહીદોને આપી શ્રદ્ધાંજલિ
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે દક્ષિણ મુંબઈના હુતાત્મા ચોક ખાતે હુતાત્મા સ્મૃતિ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.હુતાત્મા ચોક સ્મારક સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળના આંદોલન વખતે પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામેલા ૧૦૭ લોકોને અંજલી આપવા માટે બાંધવામાં આવ્યું હતું. ૧૯૫૫-૫૬માં…
બોરીવલી-વિરાર વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈનના કામકાજનો ડિસેમ્બર મહિનાથી થશે આરંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પહેલી ડિસેમ્બરથી બોરીવલી અને વિરાર વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇનનું કામકાજ ચાલુ કરવામાં આવશે અને આ કામકાજ માટે રેલવે કોરિડોરના પાંચમી અને છઠ્ઠી લાઇનમાં આવતા અવરોધોને દૂર કરવામાં આવશે, એમ એમઆરવીસી (મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન)એ જણાવ્યું હતું.પશ્ચિમ…
રાહુલની જીભ ફરી લસરી
જયપુર: વડા પ્રધાન મોદી ખરાબ નસીબ લાવે છે તેવો ઇશારો કરતા રાહુલ ગાંધીએ રાજસ્થાનની એક ચૂંટણી પ્રચાર રેલીમાં કહ્યું કે પીએમ એટલે પનોતી મોદી. રાહુલ ગાંધીએ મંગળવારે ઉદયપુરના વલ્લભનગરમાં અને બાલોતરાના બાયતૂમાં રેલીને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રવ્યાપી જાતિ ગણતરી કરવાની…