રાજસ્થાન વિધાનસભાની ૨૦૦ બેઠક માટેનો પ્રચારનો અંત: શનિવારે મતદાન
જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ગુરુવારે સાંજે ૬.૦૦ કલાકે બંધ થયો હતો. સાંજના ૬.૦૦ કલાક પછી ચૂંટણી સંબંધી જાહેર સભા અથવા રોડ શો અથવા ટેલિવિઝન પર પ્રચાર કરી શકાતો નથી. રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે જોગવાઇઓનો ભંગ…
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ જસ્ટિસ ફાતિમા બીવીનું નિધન
કોલ્લમ: સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ અને તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્યપાલ જસ્ટિસ ફાતિમા બીવીનું ગુરુવારે અહીંની એક ખાનગી હૉસ્પિટલમાં અવસાન થયું.તેઓ ૯૬ વર્ષનાં હતાં.રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે જસ્ટિસ બીવીનું નિધન અત્યંત દુ:ખદાયક…
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો
‘મહાદેવ’ બૅટિંગ ઍપ કેસ મુંબઈ: ગેરકાયદે જુગાર અને સાયબર છેતરપિંડીને લગતો ‘મહાદેવ’ બૅટિંગ ઍપ કેસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો હતો.અગાઉ, રૂપિયા ૧૫,૦૦૦ કરોડની કહેવાતી છેતરપિંડીના આ કેસમાં અહીં પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) નોંધાવાયો હતો. મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આ…
રાજસ્થાનમાં કૉંગ્રેસ ગુર્જરોનું અપમાન કરે છે: વડા પ્રધાન મોદી
જયપુર: રાજસ્થાનમાં કૉંગ્રેસને સત્તા મળી તે પછી કૉંગ્રેસ માટે જીવન સમર્પિત કરનારા ગુર્જરના પુત્રને દૂધમાંથી માખીની જેમ કાઢી મૂકવામાં આવ્યો હતો તેવું વડા પ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું. રાજેશ પાયલટ અને તેમના પુત્ર સચિન પાયલટનો મોદીએ ઉલ્લેખ કર્યો હતો.રાજસમંદમાં એક…
૪૧ મજૂરોએ હજી એક રાત રાહ જેવી પડશે
ઉત્તરકાશી: ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા ૪૧ કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરીમાં અવરોધ આવતા કેટલાક કલાકો ડ્રિલિંગ બંધ રહ્યા બાદ ગુરુવારે ફરી કામગીરી શરૂ થઇ ગઇ હતી.વડા પ્રધાન કાર્યાલયના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બે કે જેઓ સ્થળ પર હાજર હતા, તેઓએ…
પાક.માં ચાર આતંકી ઘટનામાં નવનાં મોત
પેશાવર: ઉત્તર-પશ્ર્ચિમ પાકિસ્તાનમાં અશાંત આદિવાસી વિસ્તારોમાં ચાર અલગ-અલગ આતંકવાદી ઘટનામાં બે સૈનિક સહિત નવ જણ માર્યા ગયા હતા અને અન્ય અનેક જણ ઘાયલ થયા હતા.સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ અને પોલીસે જણાવ્યું હતું કે બુધવારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર…
પારસી મરણ
પેરીન જીમી પેમાસ્તર તે મરહુમ જીમી નસરવાનજી પેમાસ્તરના વિધવા તે ઝીનોબીયા જીમી પેમાસ્તરના માતાજી. તે મરહુમો કુમા તથા અરદેશીર પટેલના દીકરી. તે મરહુમો ખોરશેદબાઇ તથા નસરવાનજી પેમાસ્તરના વહુ. તે નોશીર અને અસ્મી પટેલના બહેન. તે બેહરામ ન. પેમાસ્તરના ભાભી. (ઉં.વ.…
હિન્દુ મરણ
કપોળરાજુલાવાળા હાલ અંધેરી સ્વ. નાનાલાલ શામજી દોશીના પુત્ર હેમંતભાઈના ધર્મપત્ની પૂર્ણીમા (પ્રફુલ્લા) (ઉં.વ. ૭૩) તા. ૨૦-૧૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પીયુષ, વૈશાલી જતીનકુમાર લાયજાવાળા, હેમાલી ક્ષીતીજ મહેતાના માતુશ્રી. કાજલના સાસુ. અમરેલીવાળા સ્વ. મગનલાલ શામજી મહેતાના દીકરી. સ્વ. પ્રફુલ્લભાઈ, હસમુખભાઈ, દિપીકાબેન,…
જૈન મરણ
ગઢડા હાલ બોરીવલી મહેશભાઇ ડેલીવાળા (શાહ) (ઉં. વ. ૬૫) તા. ૨૨-૧૧-૨૩ના બુધવારનાં અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રમણિકલાલ નાનચંદ ડેલીવાલાનાં પુત્ર. તે કૈલાસબેનનાં પતિ. પિનલ તથા ઋષભનાં પિતા. ધારા તથા સલોનીનાં સસરા. મહેન્દ્રભાઇ, નલિનભાઇ તથા સ્વ. સોનલબેન કૌશિકભાઇ બાવીસીનાં ભાઇ.…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), શુક્રવાર, તા. ૨૪-૧૧-૨૦૨૩,તુલસી વિવાહ આરંભ, પ્રદોષ ભારતીય દિનાંક ૩, માહે માર્ગશીર્ષ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૪થો…