લોકસભાની ચૂંટણી પહેલાં સીએએ લાગુ પાડવામાં આવશે: અમિત શાહ
નવી દિલ્હી: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપના પ્રચંડ વિજયને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું ભાજપનો ૩૭૦ બેઠકો પર ભગવો લહેરાશે અને ભાજપની આગેવાની વાળા ગઠબંધન એનડીએને ૪૦૦થી વધુ બેઠકો પરથી વિજય મળશે…
- નેશનલ
ગરીબોની માલિકીનું ઘર તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી: વડા પ્રધાન
વિકાસ: ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમના લાભાર્થીઓને શનિવારે ઓનલાઇન (ડિજિટલી) સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (પીટીઆઇ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જ્યારે માપદંડોની કામગીરી પૂર્ણ થાય છે, ત્યારે દેશ તેને ‘મોદી કી ગેરંટી’ કહે છે, જેનો અર્થ થાય છે ગેરન્ટીની પૂર્તિની બાંયધરી,…
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થિનીઓનું ઉચ્ચ શિક્ષણ સંપૂર્ણ મફત
મેડિકલ, એન્જિનિયરિંગમાં પણ લાભ મળશે મુંબઈ: મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના પ્રધાન ચંદ્રકાંત પાટીલે રાજ્યમાં જે વિદ્યાર્થિનીના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા આઠ લાખથી ઓછી છે, તેવી દરેક વિદ્યાર્થિની ઉચ્ચ શિક્ષણ, મેડિકલ, એન્જિનિયરિંગ સહિતના અંદાજે ૬૪૨ અભ્યાસક્રમની ફી સંપૂર્ણ માફ…
ચૂંટણી પહેલાં ઈપીએફઓનો વ્યાજદર વધારવામાં આવ્યો
નવી દિલ્હી : સામાન્ય ચૂંટણી પૂર્વે એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈફીએફઓ)નું વ્યાજ ૩૧ માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ માટે શનિવારે વધારીને ૮.૨૫ ટકા જાહેર કરાયું હતું. છેલ્લાં ત્રણ વર્ષનું આ સર્વાધિક વ્યાજ છે. એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના સેન્ટ્રલ બોર્ડ…
પાકિસ્તાનના રાજકારણમાં લશ્કરની દખલગીરી: ‘સંયુક્ત સરકાર’ રચવા હાકલ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના લશ્કરના વડા હુસેન મુનિરે રાજકીય પક્ષોને આપસના મતભેદ ભૂલીને ‘સંયુક્ત સરકાર’ રચવાનો અને દેશની જનતાની સેવા કરવા અનુરોધ કર્યો હતો. પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ સંસદની સ્થિતિ ઊભી થતાં હુસેન મુનિરે આ નિવેદન બહાર પાડ્યું હતું. અગાઉ, પાકિસ્તાનના…
મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની ટંકારામાં ઉજવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતીની મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મોરબી-રાજકોટ રોડ પર નિર્મિત કરસનજીના આંગણા ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. રાજ્યપાલે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ટંકારા ખાતે આવેલ જન્મસ્થળથી વાજતે ગાજતે યોજવામાં આવેલ…
કચ્છમાં ઠારનું ટોર્ચર શરૂ: નલિયામાં સિંગલ ડિજિટ નવ ડિગ્રી લઘુતમ તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ હાલ શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. છેલ્લા પખવાડિયાથી ઠંડીમાં મળેલી નોંધપાત્ર રાહત વચ્ચે મહત્તમ અને લઘુતમ તાપમાનનો આંક ગત સાંજ પછી ગણતરીના કલાકોમાં જ પાંચથી સાત ડિગ્રી જેટલો એકાએક ઘટી…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
જૈન મરણ
દશાશ્રીમાળી દેરાવાસી જૈનવલભીપુર નિવાસી, હાલ ઘાટકોપર, મુલજીભાઈ નાગરદાસ શાહના સુપુત્ર રમેશચંદ્ર શાહ (ઉં.વ. ૮૦) શુક્રવાર, તા. ૯-૨-૨૪ના અરિહંત શરણ પામેલ છે જે પુષ્પાબેનના ધર્મપતિ. સેજલ મનીષ શાહ, અમીષા વિપુલ સંઘવી, પિંકી કૈનેશ શાહ, નિજેશના પિતાશ્રી. શ્રુતિ નિજેશ શાહના સસરા. રજનીભાઈ,…
હિન્દુ મરણ
કપોળગામ હળીયાદવાળા, હાલ દિલ્હી સ્વ. હસુમતીબેન તથા સ્વ. હર્ષદરાય મહેતાના પુત્ર રાકેશ (ઉં.વ. ૫૬) તે સ્વ. ઉમાના પતિ. મનન (કાના)ના પિતા. તે દિલીપભાઈ, સ્વ. હરેશભાઈ, સ્વ. પારૂલબેન મલયકુમાર સંઘવીના નાનાભાઈ. તે મોસાળપક્ષે સિહોરવાળા સ્વ. બાળકૃષ્ણભાઈ દોશીના ભાણેજ, તે મહાવીરપ્રસાદ વર્માના…