પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામો પછી હવે કાયદાકીય લડાઇ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓના પરિણામોને પડકારતી અનેક અરજીઓ કોર્ટમાં કરવામાં આવી છે જેના કારણે પાકિસ્તાનની કોર્ટમાં અરજીઓના ઢગલા થઇ ગયા છે. જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત ઘણા ઉમેદવારોએ ૮ ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ગોલમાલનો…
‘ડબલ એન્જિન’ સરકાર ‘ડબલ સ્પીડ’થી વિકાસકાર્ય કરી રહી છે: મોદી
ઝાબુઆ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે અમારી ‘ડબલ એન્જિન’ સરકાર ‘ડબલ સ્પીડ’થી વિકાસકાર્ય કરી રહી છે. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને ૩૭૦થી વધુ અને તેના નેતૃત્વ હેઠળની એનડીએને ૪૦૦થી વધુ બેઠક મળશે. તેમણે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં રૂ.…
ખેડૂતોની કૂચને લઇને પંજાબ-હરિયાણા સરહદ સીલ
નવી દિલ્હી: ખેડૂતોની ૧૩ ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લામાં રવિવારે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગભગ ૨૦૦ ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત…
અમિત શાહને જાહેરમાં ચર્ચા માટે કર્ણાટકના મુખ્ય પ્રધાનનો પડકાર
બેંગલૂરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને પોતાની સાથે જાહેરમાં ચર્ચા કરવા માટે રવિવારે પડકાર ફેંક્યો હતો.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની તિજોરી વિવિધ ગેરન્ટી સ્કીમના અમલથી ખાલી નથી થઇ, તે હું સાબિત કરી શકું છું. અમિત…
- આમચી મુંબઈ
રવિવારે રડાવ્યા, હવે સોમવારનો સામનો આજે મધ્ય રેલવેના પ્રવાસીઓની અગ્નિપરીક્ષા
હાલાકી….: રવિવારે રેલવે પ્રવાસીઓ બ્લોક, ગરમી અને ટ્રેનના ધાંધિયાને કારણે હેરાન થયા હતા. રેલવેની ત્રણેય લાઇનમાં બ્લોક હતો, તેથી વિવિધ સ્ટેશનો પર સમારકામ હાથ ધરાયું હતું. તસવીરમાં દાદર સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોઇ શકાય છે. જીવના જોખમે ટ્રેન પકડતા પ્રવાસીઓ…
ખ્રિસ્તી સમુદાય માનવા જ તૈયાર નથી કે મોરિસે ગોળી મારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બાળાસાહેબની શિવસેનાના દિગ્ગજ નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની પોતાની બોરીવલીમાં આવેલી એમએચબી ખાતે આવેલી ઓફિસમાં બોલાવી હત્યા કરનારા મોરિસ નોરાન્હા પોતાને એક સમાજસેવક ગણાવતો હતો. કોરોનાકાળ વખતે તેણે અનેક સમાજસેવાના કામ કરીને સ્થાનિક લોકો તેમ જ…
યુએસ કોન્સ્યુલેટને ધમકીભર્યો ઇમેઇલ મોકલનાર વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: યુએસ કોન્સ્યુલેટ જનરલ ઓફિસને ધમકીભર્યો ઇમેઇલ મોકલવા પ્રકરણે બીકેસી (બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ) પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે આ ઘટના બની હતી અને ધમકીભર્યો ઇમેઇલ મોકલનારની શોધ ચલાવવામાં આવી રહી છે. યુએસ કોન્સ્યુલેટર…
રાજ્યમાં વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું: પાકને નુકસાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં હાલ ઠંડી અને ગરમીનો મિશ્ર માહોલ છે, તો રાજ્યના વિદર્ભમાં કમોસમી વરસાદ અને માવઠું પડવાને કારણે કોટન સહિતના જુદા જુદા ખેતીના પાકને નુકસાન થયું છે. મુંબઈમાં દિવસના સમયે ગરમી અને ઉકળાટ જણાઈ રહ્યો છે. તો રાતના…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને મહારાષ્ટ્રના પ્રવાસે આવવાના છે ત્યારે પુણે ખાતેની એરપોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે અને તેમણે વડા…
- આમચી મુંબઈ
તહેવારોની સિઝન દરમિયાન થાણે પ્રોપર્ટી માર્કેટમાં સકારાત્મક વલણ
થાણે: જ્યારે નિયમનકાર વ્યાજદરો સ્થિર રાખે છે, ત્યારે તેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જોવા મળે છે, ખાસ કરીને થાણેના પ્રોપર્ટી બજારમાં. આરબીઆઇએ રેપો રેટ ૬.૫ ટકા પર જાળવી રાખવાના લીધેલા નિર્ણયને કારણે હોમ લોનના વ્યાજદરો વધશે નહીં; જે થાણેમાં…