ગુજરાતમાં નડ્ડા સહિત ચારેય ઉમેદવાર બિનહરીફ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યસભામાં ગુજરાત ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટણી જીત્યા છે. આ માટે વિધાનસભામાં કૉંગ્રેસે સંખ્યાબળ ના હોવાથી ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા. જેના કારણે ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જેના પછી સત્તાવાર રીતે મંગળવારે જે.પી…
મોદીએ જમ્મુમાં કર્યું ₹ ૩૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ
સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારે વરસાદ વચ્ચે જમ્મુમાં એએમ સ્ટેડિયમમાં હજારો લોકોની ઉપસ્થિતિમાં રૂ. ૩૨,૦૦૦ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૩૭૦ બેઠક પર વિજય અપાવવાની અપીલ કરી હતી. ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં મોદીએ…
એક કરોડ ‘લખપતિ દીદી’: મોદીએ મહિલાઓની મદદ માગી
જમ્મુ: દેશમાં હું એક એક કરોડ ‘લખપતિ દીદી’ તૈયાર કરવાની ઈચ્છા ધરાવું છું એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ લક્ષ્ય સિદ્ધ કરવા દેશની મહિલાઓની મદદ માગી હતી. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારની મોટાભાગની યોજનાઓના લાભાર્થીઓની અને દેશના અન્ય રાજ્યો માટે દૃષ્ટાંત…
- નેશનલ
કાશ્મીરની રેલ લિન્કમાં સૌથી લાંબી ટનલ ખુલ્લી મુકાઈ
ઈલેસ્ટ્રિક ટ્રેન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારે હિમવર્ષા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર રેલવે સ્ટેશને નવી ઈલેક્ટ્રિક ટ્રેનને લીલીઝંડી દર્શાવી હતી. આ ટ્રેન બારામુલ્લા-શ્રીનગર-બનિહાલ-સંગલદાન રૂટ પર દોડશે. (એજન્સી) શ્રીનગર : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની સૌથી મોટી પરિવહન ટનલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા…
- નેશનલ
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ૨૨૮ રસ્તાઓ, ચાર હાઇવે બંધ
હિમવર્ષા: હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતી જિલ્લામાં મંગળવારે નવેસરથી હિમવર્ષા થયા બાદ તાર નેશનલ હાઈવે સહિત ઓછામાં ઓછાં ૨૨૮ રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે હિમવર્ષા બાદ કેલૉન્ગ વિસ્તારમાં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન (એચઆરટીસી)ની બસો બરફ નીચે ઢંકાઈ ગઈ…
- નેશનલ
સિમેન્ટની આડશ તોડવા ખેડૂતો આખેઆખું પોકલેન મશીન જ ઉપાડી લાવ્યા!
ઢાલ: એમએસપીની કાયદેસર બાંયધરી સહિતની તેમની વિવિધ માગણીઓને લઈને પંજાબ જિલ્લાના શંભુ સરહદી વિસ્તારમાં વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ મંગળવારે પોલીસ દ્વારા ઊભી કરવામાં આવેલી સિમેન્ટની આડશને તોડવા લાવવામાં આવેલા ઍક્સકેવેટરનો પોલીસની રબર બુલેટથી રક્ષણ મેળવવા ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો.…
- નેશનલ
અનુપમા સિરિયલના મશહૂર કલાકારનું કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન
મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. ડર, બાઝીગર અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કરનાર ટેલિવિઝન ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ કે સિંહનું નિધન થયું છે. અભિનેતાએ ૫૯ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા છે. અભિનેતા અમિત બહલે તેમના…
ગુજરાતમાં પાસપોર્ટનું ચલણ વધ્યું: પાંચ વર્ષમાં ૩૫ લાખથી વધુ પાસપોર્ટ ઈશ્યૂ થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં સ્થાયી થવા, વિદેશમાં ફરવા જવા માટેના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી ૩૫.૧૩ લાખ પોસપોર્ટ ઈશ્યૂ થયેલા અને તેમાંથી ૧૦.૨૧ લાખ ગત વર્ષમાંથી છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨ની સરખામણીએ વર્ષ…
તરભના વાળીનાથ ધામમાં ૧૦ લાખ માલધારીઓ ઊમટ્યા
૨૨મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પધારશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણા જિલ્લાના તરભ ખાતે આવેલા શિવધામ તીર્થધામ અખાડામાં ભવ્ય શિવમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને ગુજરાતના બીજા ક્રમના આશરે ૫૦૦ કિલોગ્રામથી પણ વધારે વજનના શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. તા.…
ગુજરાત સાહિત્ય અકાદમીને માતૃભાષા દિવસે સ્વાયત્ત કરો: કૉંગ્રેસ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:આવતીકાલે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી ટાણે રાજકીય જંજીરોમાં જકડાયેલી ગુજરાતી સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવા માટે ગુજરાતના સાહિત્યકારો સ્વાયત્તતાની લડત લડી રહ્યા છે તેમને ટેકો જાહેર કરીને કૉંગ્રેસે અકાદમીને સ્વાયત્ત કરવાની માંગણી કરી છે. ગુજરાત પ્રદેશ…