મુંબઈ, સુરત ધડાકાના આરોપીનો પુરાવાના અભાવે છુટકારો
અજમેર: ટાડા કોર્ટે ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. ૫-૬ ડિસેમ્બર, ૧૯૯૩ની રાત્રે લખનઊ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈમાં વિસ્ફોટોનું આયોજન કરવા બદલ ટુંડા અને અન્ય બે આરોપી, ઈરફાન ઉર્ફે પપ્પુ અને હમીરુદ્દીન સામે…
મોબાઈલ ફોન કંપનીઓ નફા પર ટીડીએસ ન કાપે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ડિસ્ટ્રીબ્યૂટરો અને ફ્રૅન્ચાઈઝીઓને મોબાઈલ ફોનના વપરાશકર્તાઓને પ્રિ-પેઈડ કૂપન અને સિમ કાર્ડનું વેચાણ કરી થતા નફા પર ટીડીએસ ન કાપવાનો સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોન કંપનીઓને આદેશ આપ્યો છે. આવકવેરા ખાતા અને ટેલિકોમ ઑપરેટર ભારતી એરટેલ લિ. (બીએએલ) દ્વારા કરવામાં…
વેરાવળ બંદરેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં જામનગરના પિતા-પુત્રની અટકાયત
(અમારા પ્રતિનિધિ તરફથી)વેરાવળ બંદરેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જામનગરના પિતા-પુત્રની અટકાયત કરીને તેમની એસઓજી અને એલસીબી દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. બેડી વિસ્તારના પિતા પુત્રની મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું પોલીસ માની રહી છે. વેરાવળ બંદરેથી મળી…
ગુજરાતની સ્કૂલોમાં છેલ્લાં ૧૩ વર્ષમાં ૭૪ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી
અમદાવાદ: ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં છેલ્લા ૧૩ વર્ષમાં ૭૪ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, એવું વિધાનસભા ગૃહમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું. રાજયમાં ૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો કેટલા…
પારસી મરણ
મીનુ બરજોરજી પટેલ તે મરહુમ રોડા મીનુ પટેલના ધણી. તે મરહુમો ગુલબાઈ અને બરજોરજી પટેલના દીકરા. તે રશનાના બવાજી. તે સોનેશના સસરાજી. તે કેકી તથા મરહુમો શેહેરીયાર, દીના, પેરીન અને હોમીના ભાઈ. તે બોમી ડી. તવાડીયા અને નીલુફર ડ. દુમસીયાના…
હિન્દુ મરણ
ભોગીલાલ જમનાદાસ ગાંધીનું નિધન તા. ૨૮-૨-૨૪નાં થયેલ છે. તેઓ કિન્નરીના પિતા. રોહિત પટેલના સસરા. મૃણાલ, શૈલીના દાદા. સ્વ. નિર્મલા ગાંધીના પતિ. સ્વ. મોહનભાઈ, સ્વ. નટવરભાઈ, તથા સ્વ. સુશીલાબેન દોશીના ભાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧-૩-૨૪, ૫ થી ૭ જલારામ હોલ, રોડ…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનપાલીતાણા નિવાસી, હાલ મુલુંડ સ્વ. હેમીબેન દેવચંદ પારેખના પુત્ર ગુણવંતરાય (ઉં.વ. ૭૫) તા. ૨૯-૨-૨૪, ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુરેખાબેનના પતિ. કલ્પેશ, હિરેન, દિશા અંકુરકુમારના પિતાશ્રી. જેસલ, દર્શિતા, મનીષાબેનના સસરા. ધીરૂભાઈ, લીલાવંતીબેન, કંચનબેન, પ્રભાબેનના ભાઈ. ખડસલીયાવાળા…
- શેર બજાર
શૅરબજાર પોઝિટિવ ઝોનમાં, નિફ્ટી ૨૨,૦૦૦ને સ્પર્શી પાછો ફર્યો, આર્થિક વિકાસ દર ૮.૪ ટકા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેકેટના માસિક એક્સપાઇરીના દિવસે ભારે અફડાતફડીમાંથી પસાર થયા બાદ ભારતીય બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં સ્થિર થવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૭૨,૩૦૪.૮૮ પોઇન્ટના પાછલા બંધ સામે ૭૨,૨૨૦.૫૭ પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૭૨,૭૩૦ પોઇન્ટની ઊંચી અને ૭૨,૦૯૯.૩૨…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે માસાન્તને કારણે ડૉલરમાં ટ્રેડરોની નીકળેલી લેવાલી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૮૭૯.૨૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો…
- વેપાર
સોનામાં ₹ છનો સાધારણ સુધારો, ચાંદી ₹ ૩૧ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે જાહેર થનારા ફુગાવાના ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, વર્તમાન…