આપણું ગુજરાત

ધો.૧૦ની પરીક્ષા માટે હોલટિકિટ જાહેર: પરીક્ષા ૧૧ માર્ચથી શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી ૧૧મી માર્ચથી શરૂ થવાની છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જઇને ડાઉનલોડ કરી શકશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અગવડતા ન થાય તે માટે જિલ્લા કલેકટરની સૂચનાના આધારે સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંગે ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી અને સંચાલકોની બેઠક મળી હતી. જેમાં વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચન આપવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.૨૯.૨.૨૦૨૪થી બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલા મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢી પરીક્ષાર્થીના માર્ચ ૨૦૨૪ પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો/માધ્યમની ખરાઈ કરીને પ્રવેશપત્રમાં નીચે નિયત કરેલી જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા (અડધી સહી અને સિક્કો ફોટા પર આવે તે રીતે) કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. તેની સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની ધોરણ ૧૦ની સૂચના (નં.૧ થી ૧૩) પ્રવેશપત્રના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. રાજ્યનાં ૧૬૩૪ કેન્દ્ર પર ધો. ૧૦ અને ૧૨ના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે ગયા વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ના ૧૬.૪૯ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વર્ષે ધોરણ ૧૦મા ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી નોંધાયા છે, જેમાં ૧,૬૫,૮૪૬ વિદ્યાર્થી રિપીટર છે. જ્યારે ધો. ૧૨ સાયન્સમાં ૧,૧૧,૫૪૯ વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી ૨૦,૪૩૮ વિદ્યાર્થી રિપીટર છે. ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થી નોંધાયા છે, જેમાંથી ૭૪,૫૪૭ વિદ્યાર્થી રિપીટર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું… Benefits of Ramfal Kandmul Ram Navami: Ram Lalla Shringar Pics Beat the Heat: Simple Tips to Stay Cool During a Heatwave