Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 483 of 930
  • બેંગલૂરુની લોકપ્રિય કૅફેમાં બૉમ્બધડાકો: નવ ઘાયલ

    બેંગલૂરુ: શહેરની લોકપ્રિય રામેશ્ર્વરમ કૅફેમાં શુક્રવારે થયેલા વિસ્ફોટને બૉમ્બધડાકો લેખાવતા કર્ણાટકના ડીજીપી આલોક મોહને કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને દોષીઓને બક્ષવામાં નહીં આવે. કૅફેમાં શુક્રવારે બપોરે લગભગ એક વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ…

  • જીએસટીની આવકમાં જંગી વધારો

    નવી દિલ્હી: નાણાં મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી કે દેશમાં વેપાર ક્ષેત્રે આવેલી તેજીને પગલે માલ અને સેવા કર (ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ – જીએસટી)ની ચાલુ વર્ષના ફેબ્રુઆરીની આવક ૨૦૨૩ના ફેબ્રુઆરીની સરખામણીમાં ૧૨.૫ ટકા વધીને રૂપિયા ૧.૬૮ લાખ કરોડથી વધારે…

  • બંગલાદેશની રાજધાનીમાં સાત માળની ઈમારતમાં આગ: ૪૬નાં મોત

    ઢાકા: બંગલાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક કમર્શિયલ ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા ૪૬ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ૨૨ લોકો જખમી છે, એમ આરોગ્ય પ્રધાને શુક્રવારે માહિતી આપી હતી. ગુરુવારે રાતે લાગેલી આગમાં રાજધાનીના બેઈલી રોડ વિસ્તારમાં…

  • પેપર લીક મામલે પ્રિયંકા ગાંધીનાં પ્રહાર, કહ્યું- પરીક્ષા માફિયાઓને બચાવી રહ્યો છે ભાજપ

    નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પેપર લીકની વધુ એક ઘટનાને ટાંકીને શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી પરીક્ષા માફિયા અને સરકારમાં બેસેલા ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે કરોડો યુવાઓનો પાયો ખોખલો કરવામાં આવી રહ્યો છે. તેમણે…

  • શેર બજાર

    સેન્સેક્સ ૧૨૪૫ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૭૩,૫૭૪ની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વ બજારના સુધારા સાથે સ્થાનિક સ્તરે જીડીપીના જોરદાર ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ સત્રમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૧૨૪૫ પોઇન્ટની જોરદાર છલાંગ સાથે ૭૩,૫૭૪ની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી જણ ૨૨,૨૦૦ની…

  • વેપાર

    વૈશ્ર્વિક સોનું એક મહિનાની ટોચે, સ્થાનિકમાં ₹ ૫૭૫નો ઉછાળો

    મુંબઈ: અમેરિકા ખાતે જાન્યુઆરી મહિનાના ફુગાવામાં ત્રણ વર્ષની સૌથી વધુ ધીમી ગતિએ વધારો થયાના અહેવાલે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનાના ભાવ વધીને ગત બીજી ફેબ્રુઆરી પછીની સૌથી ઊંચી ઔંસદીઠ ૨૦૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચીને…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી રહી હોવાથી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૫૬૮.૧૧ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં આજે ડૉલર…

  • કલોલ શહેરમાં રોગચાળાનો ખતરો: ત્રણ દિવસમાં ૧૦૬ કેસ નોંધાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: પંચમહાલના કલોલ શહેરમાં રોગચાળાનો ખતરો વધ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૦૬ કેસ નોંધાયા હતા. કલોલના પૂર્વ વિસ્તારમાં વધુ એક વખત રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દૂષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.કલોલ શહેરના…

  • રાજ્યના હાઉસિંગ બોર્ડનાં જૂનાં આવાસોનારિ-ડેવલપમેન્ટ આડેનું વિઘ્ન દૂર કરાયું

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત હાઉસિંગ બોર્ડનાં જૂનાં મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. આ નિર્ણયોથી આવાં મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્ર્નો નિવારી શકાશે. માલિકી હક્ક…

  • દક્ષિણ ગુજરાતમાં માવઠું વરસ્યું: ભરૂચ, ડાંગમાં કમોસમી વરસાદ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ભરૂચ અને ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લાના દહેજ, વાગરા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. વરસાદી છાંટા શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. જેમાં ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ હતી.…

Back to top button