- આપણું ગુજરાત

મોરબીનો દબદબો! કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ચમકશે સિરામિક ક્ષેત્ર, ભારત-યુકે નિકાસમાં 65% ફાળો…
ગાંધીનગર: ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનું મોરબી આજે સિરામિક ઉદ્યોગના વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. મોરબી વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ઉત્પાદન હબ છે, જ્યાં 800થી વધુ સિરામિક યુનિટ વૈશ્વિક બજારોમાં નિકાસ કરે છે. ક્ષેત્રના વિકાસમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો ફાળો નોંધનીય…
- નેશનલ

ગુજરાતનો દરિયાઈ માર્ગ બન્યો ‘આંતરરાષ્ટ્રીય ગેટવે’: હજીરા અને પીપાવાવ પોર્ટ હવે ઇમિગ્રેશન ચેકપોસ્ટ!
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના અગાઉના ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ, 2025 હેઠળની અધિસૂચનામાં સુધારો કરીને, કેરળમાં વિઝિન્ઝામ ઇન્ટરનેશનલ સીપોર્ટ, ગુજરાતમાં હજીરા પોર્ટ અને ગુજરાતમાં પીપાવાવ પોર્ટ – આ ત્રણ નવા બંદરોને સત્તાવાર રીતે નિયુક્ત ઇમિગ્રેશન ચેકપોસ્ટ તરીકે જાહેર કર્યા…
- અમદાવાદ

આતંકી ડો. અહેમદ સૈયદ અમદાવાદની કઈ હોટલમાં રોકાયો હતો?
અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા થોડા દિવસ પહેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ દરમિયાન આતંકી ડો. અહેમદ સૈયદ 7 નવેમ્બરના રોજ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી હોટલની સામે આવેલી…
- ગાંધીનગર

મોબાઇલ હેલ્થ -મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું – ફરતું આરોગ્ય મંદિર, જાણો કેટલા લોકોએ લીધો લાભ
ગાંધીનગરઃ મોબાઇલ હેલ્થ અને મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે હરતું – ફરતું આરોગ્ય મંદિર સાબિત થઈ રહ્યું છે.નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સેવા છેવાડાના…
- ગાંધીનગર

ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હબ બનાવાશે
ગાંધીનગરઃ ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે વૈશ્વિક હબ બનવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ- ECMS પર વધુ ભાર મુકવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સહયોગ આપતી વિશ્વ કક્ષાની ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે…
- રાજકોટ

રાજકોટ ફરી થયું રક્તરંજિત, પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીને રહેંસી નાંખ્યો
રાજકોટઃ રંગીલા રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્ની અને પુત્રોએ મળીને ઘરના મોભીની જ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. ભક્તિનગર પોલીસે…
- Top News

ગુજરાતમાં પણ SIRના કારણે BLOનો આપઘાત, કોડીનારના શિક્ષકે સુસાઈડ નોટમાં શું લખ્યું ?
ગીર સોમનાથ: જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરએ આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. શિક્ષકે વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે…
- વડોદરા

UK જવાની લાલચમાં ખોટું મેરેજ રજિસ્ટ્રેશન: સગાઈને લગ્ન ગણાવનારી વડોદરાની યુવતી પર કેસ!
વડોદરાઃ ગુજરાતીઓ વિદેશ જવા ગમે તે માર્ગ અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાની એક યુવતી અને તેના “ઓન પેપર” પતિને કાયદાકીય ગૂંચવણનો સામનો કરવો પડ્યો છે. ફેમિલી કોર્ટે કથિત રીતે તેમના લગ્ન નોંધણીમાં ખોટું…









