અમદાવાદમાં એક વર્ષમાં અકસ્માતથી ૫૨૮નાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ શહેરમાં ૨૦૨૩માં વાહન અકસ્માતમાં ૫૨૮ લોકોનાં મોત થયાં છે. ૨૦૨૨માં વાહન અકસ્માતમાં ૪૮૮ લોકોનાં મોત થયાં જેની સામે ૨૦૨૩માં મોતના આંકડામાં ૪૦નો વધારો જોવા મળ્યો હતો. જુલાઈ ૨૦૨૩માં તથ્યકાંડ બાદ વાહનચાલકો જાગૃત થશે તેવી પોલીસની ગણતરીઓ…
સુરતમાં શાળામાં બે વિદ્યાર્થીને કરંટ લાગ્યો: એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલની અગાસી પર પતંગ ખેંચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. વિદ્યાર્થીને બચાવવા તેનો ભાઈ દોડી જતા તેને પણ ઇજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીના શરીરની…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ભારે વેચવાલીના દબાણ હેઠળ બોલાયેલા કડાકા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે પાંચ પૈસા ગબડ્યો હતો, પરંતુ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી…
- શેર બજાર
એચડીએફસી બૅંકના ધબડકાને કારણે નિફ્ટીમાં ૧૮ મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એકધારી આગેકૂચ બાદ શેરબજારમાં બુધવારે મહાભયાનક કડાકો જોવા મળ્યો છે અને એચડીએફસીની આગેવાનીએ શરૂ થયેલી વેચવાલીને કારણે નિફ્ટીમાં ૧૮ મહિનાનો સૌથી મોટો એક દિવસીય કડાકો, જ્યારે સેન્સેક્સમાં ૧૬૨૮ પોઇન્ટનો તોતિંગ કડાકો નોંધાયો છે. વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનભાદ્રોડ નિવાસી હાલ કાંદિવલી મનસુખલાલ છોટાલાલ ખોડીદાસ દોશી, તે પ્રવિણાબેનના પતિ. કેતન તથા અલ્પાના પિતા. બિજલના સસરા. રિશીતા હર્ષકુમાર શાહ તથા ધિરતાના દાદા. તે સ્વ. શાંતિલાલ, સ્વ. જયંતીલાલ, અનંતરાય, સ્વ. લીલાવતીબેન તલકચંદ પારેખ, સ્વ. ગુણવંતીબેન તલકચંદ શાહ,…
હિન્દુ મરણ
ઈંદુબેન ઠાકર (ટીન્ટોદણ હાલ ઘાટકોપર) સોમવાર, તા. ૧૫-૧-૨૪ના અવસાન થયેલ છે. તે રમણલાલ મોતીરામ ઠાકરના ધર્મપત્ની. શ્યામ અને અજયના માતુશ્રી. અસ્મિતા તૃપ્તિના સાસુમા. જય, નિધિ, વારિક્શના દાદીમા. હર્ષિતકુમાર રાવલના વડસાસુ. સ્વ. નરહરી ગીરજાશંકર દવે, સવિતાબેન જાની, સ્વ. સુશીલાબેન જાનીના બહેન.…
- વેપાર
ફેડરલ રિઝર્વ વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે સોનામાં ₹ ૩૩૧નો અને ચાંદીમાં ₹ ૪૭૫નો કડાકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદર કપાતમાં ઉતાવળ નહીં કરે એવી શક્યતા સપાટી પર આવતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારો આગળ ધપતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૧.૩ ટકાનો…
પારસી મરણ
બાનુ હોમી લાલા તે મરહુમ હોમી કેરસાસ્પ લાલાના ધણયાની. તે મરહુમો જરબાઈ અને જાલેજર પાવરીના દીકરી. તે રોહિનતનના માતાજી. તે પ્રીતિના સસુજી. તે મરહુમો ખોરશેદ કેકી પતેલ, રોશન જાલ પતેલ અને કેકી પાવરીના બહેન. તે વાહબીજના બપઈજી. તે નવાજ શાસ્ત્રી,…
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિ.એ પ્રાકૃતિક કૃષિમાં બાવીસ સંસ્થા સાથે એમ.ઓ.યુ. કર્યા
અમદાવાદ: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૨૨ સંગઠન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ.થી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ…
માંડલમાં મોતિયા ઓપરેશન ઘટના: તપાસ રિપોર્ટ સોંપવા હાઇ કોર્ટનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જિલ્લાના માંડલમાં એક ટ્રસ્ટની હૉસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોએ દૃષ્ટિ ગુમાવતાં આ કેસમાં હવે હાઈ કોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. હાઇ કોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે. ૭મી ફેબ્રુઆરીએ આ સુઓમોટો…