- નેશનલ

ભારત અમેરિકા પાસેથી ખરીદશે ૩૧ પ્રિડેટર ડ્રોન
ડ્રોન: જનરલ એટૉમિક્સ ઍરૉનૉટિકલ સિસ્ટમ્સ ઇન્કૉપૉર્રેટેડના એમક્યૂ-નાઇન-બી ડ્રોન. ભારતે અમેરિકા પાસેથી આવા ૩૧ ડ્રોન અંદાજે ૩.૯૯ અબજ ડૉલરના ખર્ચે ખરીદવાનો ગુરુવારે નિર્ણય લીધો હતો. (પીટીઆઇ) વોશિંગ્ટન: અમેરિકાએ ભારતને ૩૧ પ્રિડેટર ડ્રોન વેચવાના કરારને મંજૂરી આપી હતી. બાદમાં અમેરિકાએ કહ્યું હતું…
- નેશનલ

હિમાચલ થરથર્યું; હિમવર્ષાને લીધે ૭૨૦ રસ્તા બ્લોક થયા
હિમવર્ષા: જમ્મુના પટનીટોપ ખાતે હિમાચ્છાદિત રસ્તા પરથી પસાર થતો માણસ. અહીં નવેસરથી થયેલી હિમવર્ષાને લીધે ઠંડીમાં ઘણો વધારો થયો છે. (પીટીઆઇ) શિમલા: હિમાચલ પ્રદેશમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૭૨૦ જેટલા રસ્તાઓ બરફના કારણે અવરોધિત થયાં છે અને ૨,૨૪૩ ટ્રાન્સફોર્મર ખોરવાઈ…
જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની મંજૂરી: મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા અદાલતના આદેશને પગલે શહેરના મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી અને પોલીસે શુક્રવારની નમાઝ પહેલા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લા અદાલતના આદેશ બાદ પ્રથમ શુક્રવારની નમાઝ પર…
ચંપઈ સોરેને સીએમ તરીકે શપથ લીધા
રાંચી: ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાન તરીકે ચંપાઈ સોરેને આજે શપથ લીધા છે. આ ઉપરાંત કૉંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીમાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.…
ગુજરાતને ફાઈવ-જી બનાવવાનું પ્રતિબિંબ બજેટમાં ઝીલાયું છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ૫-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતું ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું બજેટ છે એવું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણાં પ્રધાને રજૂ કરેલા ગુજરાત સરકારના બજેટને આવકારતા કહ્યું હતું. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, પોષણ-આરોગ્ય…
સરદાર સરોવર યોજના માટે ₹ ૪૭૯૮ કરોડ વપરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનારી નર્મદા યોજના માટે ૪૭૯૮ કરોડની જોગવાઈ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવી છે.કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે ૭૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા યોજનાના કમાન્ડ…
સરકારના બજેટમાં પાણી માટેની પાણીદાર યોજનાઓ પાછળ ₹ ૧૧,૫૩૫ કરોડની જોગવાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રજૂ કરાયેલા બજેટમાં છેવાડાના માનવીને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૧,૫૩૫ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં…
પારસી મરણ
ગુલુ દાદી કોલાહ. તે મરહુમ દાદી કોલાહના વીધવા. તે મરહુમો હીલ્લા તથા ફ્રામરોઝ દમનીયાના દીકરા. તે નોશીર કોલાહ તથા નીલુફર રવારીના માતા. તે જમશીદ રવારી તથા અનાહીતા કોલાહના સાસુજી. તે મેગી ઈરાનીના બહેન. તે આરયાના તથા કીમીયાના મમઈજી. (ઉં.વ. ૯૨)…
જૈન મરણ
જામનગર વિશા ઓશવાલ જ્ઞાતિ જૈનહાલ-ચેમ્બુર, મુંબઈ રવીન્દ્ર ફતેહચંદ ઝવેરી, (ઉં.વ. ૮૯) તે સ્વ. તારામતીના પતિ. ડૉ. મેહુલ તથા સંગીતાના પિતા. ડૉ. નમિતાના સસરા. ડૉ. મીતિકા તથા ડૉ. નિશીતાના દાદા તથા ડૉ. સાગરના દાદા-સસરા તા. ૩૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર…
- વેપાર

શુદ્ધ સોનું રૂ. ૫૪૩ ઝળકીને ₹ ૬૩,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૦૩૦ ચમકી
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નવ સપ્તાહમાં પહેલી…


