રાષ્ટ્રપતિએ ‘ડીપફેક’ વીડિયો પર ચિંતા વ્યક્ત કરી
નાગપુર: અભિનેત્રી રશ્મિકા મંદાના લિફ્ટમાં એન્ટ્રીનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ સર્વત્ર ચર્ચાનું વાવાઝોડું ઊભું થયું છે. આ વીડિયો મૂળભૂત રીતે ફેક છે અને તે અભિનેત્રી મંદાનાનો ‘ડીપફેક’ વીડિયો છે. ઓરિજિનલ વીડિયોમાં બ્રિટિશ ઈન્ડિયન યુવતી ‘ઝારા પટેલ’ દર્શાવવામાં આવી…
હવાની ગુણવત્તા સુધરી ને રસ્તા ધોવાનું પ્રમાણ ઘટ્યું
૫૦૦ને બદલે ૪૦૦ કિલોમીટરના રસ્તા ધોવાઈ રહ્યા છે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયામાં પડેલા વરસાદને કારણે મુંબઈમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો થતા હવાની ગુણવત્તા સુધરી છે. તેનો સીધો ફાયદો મુંબઈ મહાનગરપાલિકાને થયો છે, કારણકે અગાઉ વાયુ પ્રદૂષણને કારણે પાલિકા દરરોજ…
દેવામાં ડૂબેલા ખેડૂતોની ‘ગાંજા’ની ખેતી કરવાની માગણી
નાગપુર: મહારાષ્ટ્રમાં કપાસની ખેતીનું કેન્દ્ર અને કૃષિ સંકટને કારણે રાજ્યની આત્મહત્યાની રાજધાની તરીકે અળખામણું થયેલ યવતમાળમાં દેવામાં ગ્રસ્ત ખેડૂતોએ એક ઉચ્ચ સરકારી અધિકારીને એવી ઊગ્ર માગ કરી હતી કે અમારું અસ્તિત્વ ટકાવવા અમને ’ગાંજા’ ની ખેતી કરવા માટે સત્તાવાર મંજૂરી…
યુદ્ધ જહાજ પર પહેલી વખતમહિલા ‘કેપ્ટન’ની નિમણૂક
ભારતીય નૌકાદળની પહેલ મુંબઈ: ભારતીય નૌકાદળના પેટ્રોલિંગ જહાજો પર હવેથી મહિલા કેપ્ટનની પણ નિમણૂક કરવામાં આવશે. ભારતીય નૌકાદળના આઇએનએસ ત્રિંકટ આ પેટ્રોલિંગ અને યુદ્ધ જહાજ પર મહિલા કમાન્ડિંગ ઓફિસર એટલે મહિલા કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ જહાજ પર…
મલબાર હિલ જળાશય: પુન: બાંધકામ માટે પાલિકાએ જનતાના સૂચનો મગાવ્યા
મુંબઈ: મલબાર હિલના જળાશયના પુન: બાંધકામ સંદર્ભે મુંબઈ મહાનગરપાલિકાએ શુક્રવારે જનતાના સૂચનો મંગાવ્યા છે. પાલિકાએ જારી કરેલી નોટિસ અનુસાર નાગરિકો ૧૫ ડિસેમ્બર સુધીમાં તેમના સૂચનો ળવશિશિ.ંતીલલયતશિંજ્ઞક્ષલળફશહ.ભજ્ઞળ મેઈલ એડ્રેસ પર મોકલી શકશે. જળાશયના પુન:બાંધકામ અને ક્ષમતા વધારવા અંગે અભ્યાસ કરી રહેલી…
ટીસીને ચપ્પલ મારનાર ઈન્કમ ટૅક્સ ઓફિસરને જેલ, એક લાખનો દંડ
મુંબઈ: ફરજ બજાવતા સરકારી કર્મચારીને ચપ્પલ મારવાના આરોપસર સેશન્સ કોર્ટે આરોપીને છ મહિનાની આકરી કેદ અને એક લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ૨૦૧૬માં કથિત સ્વરૂપે આ ગુનો નોંધાયો ત્યારે આરોપી આસિસ્ટન્ટ ઈન્કમ ટૅક્સ કમિશનરના હોદ્દા પર હતા. એ સમયે…
ત્રિસ્તરીય સુરક્ષા વચ્ચે આજે ચાર રાજ્યનો જનાદેશ
મ.પ્ર.ની ૨૩૦ બેઠક, રાજસ્થાનની ૧૯૯, છત્તીસગઢની ૯૦ અનેતેલંગણાની ૧૧૯ બેઠક માટે સવારે આઠ વાગ્યાથી ગણતરી શરૂ નવી દિલ્હી: આજે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણામાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેને આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલાની સ્પર્ધાની સેમી-ફાઇનલ…
ચીનનો ન્યુમોનિયા વાઇરસ ૧૦ દેશમાં ફેલાયો
બીજિંગ: ચીનનો એચનાઇનએનટુ વાઇરસ કોવિડ-૧૯ની જેમ સમગ્ર વિશ્ર્વમાં તબાહી મચાવવાના મૂડમાં છે. ચીનમાં દરરોજ ન્યુમોનિયાના ૭ હજાર કેસ આવી રહ્યા છે. ચીનમાં ફેલાઈ રહેલ ન્યુમોનિયાનું સંકટ અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયું છે. ચીન સિવાય અન્ય ૧૦ દેશોમાં પણ ન્યુમોનિયાના કેસ…
- નેશનલ
હિમ ઝંઝાવાતને લીધે મ્યુનિક હવાઈમથક બંધ
મધ્ય યુરોપમાં હવાઈ વ્યવહાર ખોરવાયો બરફના તોફાનનો કેર: દક્ષિણ જર્મની અને ઓસ્ટ્રિયા તેમ જ સ્વિત્ઝરલેન્ડના કેટલાક ભાગોમાં શનિવારે બરફનું તોફાન ત્રાટક્યું હતું. તેનાં પગલે જર્મનીના મ્યુનિક એરપોર્ટ પરથી વિમાન ઊડી શક્યા નહોતા અને ઉતારુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.…
- નેશનલ
આગ કે શોલે:
શુક્રવારે મોડી સાંજે માઉન્ટ એટનામાંથી લાવા નીકળવા લાગ્યો હતો, તે કેટેનિયા નજીકના નિકોલોસીમાંથી સ્પષ્ટપણે જોઈ શકાતું હતું.